Not Set/ ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટને ભારતીય કેપ્ટન કોહલી અંગે કરી આ ભવિષ્યવાણી

સાઉથમ્પ્ટન, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદ નોટિઘમ ટેસ્ટમાં પલટવાર કરતા શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાના બેટ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી અને તેઓને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પાંચ ટેસ્ટ […]

Trending Sports
p4ag3vf8 virat kohli trent bridge ton 08 2018 ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટને ભારતીય કેપ્ટન કોહલી અંગે કરી આ ભવિષ્યવાણી

સાઉથમ્પ્ટન,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદ નોટિઘમ ટેસ્ટમાં પલટવાર કરતા શાનદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાના બેટ દ્વારા શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી હતી અને તેઓને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

australia v england first test day 1 908a48ca 80f3 11e8 bd7f aad8d1b78451 ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટને ભારતીય કેપ્ટન કોહલી અંગે કરી આ ભવિષ્યવાણી

પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી મેચ સાઉથમ્પ્ટનના ગ્રાઉન્ડ ખાતે રમાવવાની છે, ત્યારે આ પહેલા ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ભવિષ્યવાણી કરી છે કે, વિરાટ કોહલીના આગામી ટેસ્ટમાં સદી ફટકારવાના ચાન્સ છે”.

હકીકતમાં આ મેચ પહેલા એક ક્રિકેટ સમર્થકે માઈકલ વોનને ટ્વીટર પર પ્રશ્ન કર્યો હતો કે, “શું વિરાટ ચોથી ટેસ્ટમાં સદી બનાવી શકશે”. ત્યારે ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલી અંગે સદુ બનાવવા અંગે ભવિષ્યવાણી કરી હતી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મની વાત કરવામાં આવે તો, તે હાલ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ઇંગ્લેન્ડમાં અત્યારસુધીમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં ૭૩.૩૩ના એવરેજ સાથે ૪૪૦ રન બનાવી ચુક્યા છે. જેમાં તે ૨ સદી પણ ફટકારી ચુક્યા છે.