Not Set/ રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

નવી દિલ્હી, દેશભરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભારતીય રેલ્વે એ પરિવહન માટેનું સૌથી મોટું અને સસ્તામાં સસ્તું સાધન છે. રેલ્વેમાં અંદાજે દરરોજ ૨ કરોડ લોકો મુસાફરી કરે છે, ત્યારે જો તમે આવનારા દિવસોમાં રેલ્વેની સફર કરવાની તૈયારીઓ કરી રહ્યા હોય તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય રેલ્વેમાં ટિકિટ પર […]

Trending Tech & Auto
indian railway રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

નવી દિલ્હી,

દેશભરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ભારતીય રેલ્વે એ પરિવહન માટેનું સૌથી મોટું અને સસ્તામાં સસ્તું સાધન છે. રેલ્વેમાં અંદાજે દરરોજ ૨ કરોડ લોકો મુસાફરી કરે છે, ત્યારે જો તમે આવનારા દિવસોમાં રેલ્વેની સફર કરવાની તૈયારીઓ કરી રહ્યા હોય તો તમારી માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.

664786 railwaysindian 032618 રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

ભારતીય રેલ્વેમાં ટિકિટ પર ૧૦ ટકાની છૂટ મેળવવા માંગતા હોય તો તમારે રૂપિયાની ચુકવણી માટેની રીત બદલવી પડશે.

હકીકતમાં આ ઓફર લાવ્યું છે મોબિક્વિક મોબાઈલ વોલેટ.

mobikwik રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

ઓફરનો ફાયદો ઉઠાવવા માટે તમારે કોઈ પણ કૂપન આપવી નહી પડે, પરંતુ આ શરતો પૂરી કરવી પડશે :

મોબિક્વિક મોબાઈલ વોલેટની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, તમને ૫૦ ટકાનું કેશબેક પણ મળશે. તમે આ સુપરકેશ બેલેન્સ દ્વારા IRCTC રેલ્વે કનેક્ટ એપ પર યુઝ કરી શકો છો.

irctc app 1937641 835x547 m 3312038 835x547 m રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

તમને વધુમાં વધુ ૧૦૦ રૂપિયાનું કેશબેક મળશે. આ સુપરકેશ દ્વારા તમે પોતાની આગળની ટિકિટના બુકિંગ પર ૧૦ ટકાની છૂટ હાંસલ કરી શકો છો.

આ ઓફરનો ફાયદો તમે એક મહિનામાં માત્ર એક જ વાર ઉઠાવી શકો છો.

mobile payments June 2016 રેલ્વેની ટિકિટ પર તમને મળશે ૧૦ ટકાની છૂટ, પેમેન્ટ માટે આ છે શરત

આ ઓફર માત્ર મોબિક્વિક મોબાઈલ વોલેટના યુઝર્સ માટે લાવવમાં આવી છે. આ માટે જરૂરી છે કે, ટિકિટ બુક કરવા પહેલા તમારા મોબિક્વિક એકાઉન્ટમાં જરૂરી રૂપિયા હોય, જેથી તમે પોતાની ટિકિટ બુક કરાવી શકો.

આ ઉપરાંત જો તમે પોતાની ટિકિટ કેન્સલ કરો છો તો, આ સ્થિતિમાં ન માત્ર તમારી રકમ પાછી મળશે, સાથે સાથે તમારું સુપરકેશ પણ તમારા મોબિક્વિક એકાઉન્ટમાં પાછું આવી જશે.