Not Set/ ભારતીય સેના દ્વારા પોખરણમાં કરાયું M-777 હોવિત્ઝર તોપનુંં સફળ પરિક્ષણ

ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેંજમાં એમ-777 હોવિત્ઝર તોપના માધ્યમથી સટીક નિશાના પર બ્લાસ્ટ કર્યો. આ પરિક્ષણ સોમવારે કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સેનાએ જાહેર કર્યો છે. અમેરિકાથી મળેલી M-777 હોવિત્ઝર તોપોના માધ્યમથી એક્સકેલિબર ગાઇડેડ ગોલે ટાર્ગેટ પર બ્લાસ્ટ કરી નિશાનાને ખતમ કરવામાં સફળતા મળી છે. આ બોમ્બનો ઉપયોગ કરીને કોઇ ખાસ જગ્યાને નિશાન બનાવી […]

Top Stories Tech & Auto
pokharan ભારતીય સેના દ્વારા પોખરણમાં કરાયું M-777 હોવિત્ઝર તોપનુંં સફળ પરિક્ષણ

ભારતીય સેનાએ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેંજમાં એમ-777 હોવિત્ઝર તોપના માધ્યમથી સટીક નિશાના પર બ્લાસ્ટ કર્યો. આ પરિક્ષણ સોમવારે કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સેનાએ જાહેર કર્યો છે. અમેરિકાથી મળેલી M-777 હોવિત્ઝર તોપોના માધ્યમથી એક્સકેલિબર ગાઇડેડ ગોલે ટાર્ગેટ પર બ્લાસ્ટ કરી નિશાનાને ખતમ કરવામાં સફળતા મળી છે. આ બોમ્બનો ઉપયોગ કરીને કોઇ ખાસ જગ્યાને નિશાન બનાવી હુમલો કરી શકાય છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય સેના દ્વારા થોડા દિવસો પૂર્વે જ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમનું પણ સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. રશિયા પાસે ખરીદવામાં આવેલી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ મામલે ભારતે અમેરિકાને પણ મચક ન આપતા પોતાનો સોદો રશિયા સાથે મકકમ રાખ્યો હતો. જ્યારે એમ-777 હોવિત્ઝર તોપનું સફળતા પૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે અને તોપ ભારતીય સેનાનાં તમામ આયામો પર ખરી ઉતરી હોવાની પુષ્ટી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય સેનાની શક્તિમાં અનેક ગણો વધારો પણ જોવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.