Gadkari/ રાજકીય પક્ષો પૈસા વગર કશું કરી શકતા નથીઃ નીતિન ગડકરી

ઈલેક્ટોરલ બોન્ડ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું છે. નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજના લાવવા પાછળનો અમારો હેતુ સારો હતો. તેમણે કહ્યું કે પૈસા વગર રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી.

Top Stories India Breaking News
Beginners guide to 50 3 રાજકીય પક્ષો પૈસા વગર કશું કરી શકતા નથીઃ નીતિન ગડકરી

નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન સામે આવ્યું છે. નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યું કે ચૂંટણી બોન્ડ યોજના લાવવા પાછળનો અમારો હેતુ સારો હતો. તેમણે કહ્યું કે પૈસા વગર રાજકીય પક્ષ ચલાવવો શક્ય નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકારે સારા ઇરાદા સાથે 2017માં ચૂંટણી બોન્ડ યોજના શરૂ કરી હતી, જેને હવે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કરી છે.
‘તમામ રાજકીય પક્ષો સાથે બેસીને ચર્ચા કરી શકે છે’
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, બીજેપીના વરિષ્ઠ નેતાએ કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ કોઈ નિર્દેશ આપે છે તો તમામ રાજકીય પક્ષો સાથે બેસીને ચર્ચા કરી શકે છે. ગાંધીનગર નજીક ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગડકરીએ આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે અરુણ જેટલી (કેન્દ્રીય નાણામંત્રી) હતા ત્યારે હું તે ચર્ચાનો ભાગ હતો (ઇલેક્ટોરલ બોન્ડ અંગે). કોઈ પણ પક્ષ સંસાધન વિના ચાલી શકે નહીં. કેટલાક દેશોમાં સરકારો રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડે છે. ભારતમાં આવી કોઈ વ્યવસ્થા નથી.
ઈલેક્ટોરલ બોન્ડ અંગેના એક સવાલ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે અમે રાજકીય પક્ષોને આર્થિક રીતે મજબૂત રાખવા માગીએ છીએ. તેમણે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ રજૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે રાજકીય પક્ષોને સીધા નાણાં મળવા જોઈએ, પરંતુ (દાતાઓના) નામ જાહેર કરવામાં આવતાં નથી કારણ કે જો સત્તામાં રહેલા પક્ષ બદલાય તો તેનાથી સમસ્યાઓ સર્જાય છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે રાજકીય પક્ષોને પોતાનો બિઝનેસ ચલાવવા માટે પૈસાની જરૂર હોય છે.

SC એ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ રદ્દ કરી હતી.તેમણે જણાવ્યું હતું  કે અમે પારદર્શિતા લાવવા માટે ઈલેક્ટોરલ બોન્ડની આ સિસ્ટમ લાવ્યા છીએ. તેથી, જ્યારે અમે ઈલેક્ટોરલ બોન્ડ લાવ્યા ત્યારે અમારા ઈરાદા સારા હતા. જો સુપ્રીમ કોર્ટને તેમાં કોઈ ખામી જણાશે અને તેને સુધારવાનું કહેશે તો તમામ પક્ષકારો સાથે બેસીને સર્વસંમતિથી ચર્ચા કરશે. કારણ કે પૈસા વિના પક્ષો કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. ગયા અઠવાડિયે એક ઐતિહાસિક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે એપ્રિલ-મે લોકસભાની ચૂંટણીઓ પહેલા ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરી દીધી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોબાઈલ વાપરતા યુવકનું મોત, આ એક ભૂલ કરોડો લોકોને કરે છે સતર્ક

આ પણ વાંચો:અલગતાવાદી શબ્બીર અહેમદ સાથે પુત્રીએ તોડ્યો નાતો, કહ્યું- હું ભારતની છું

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કારને થયો જોરદાર અકસ્માત, કન્ટેનર સાથે અથડાઈ