Not Set/ ધોરાજી: લગ્નની લાલચે સગીરા પર બળાત્કાર ગુજારતા આરોપીને દસ વર્ષની ફટકારી સજા

ધોરાજી. ધોરાજીના એડિશનલ સેશન્સ જજ શ્રી એચ એ દવેએ બળાત્કારનાં આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન રહેવાસી બિહારવાળાને તકસીરવાન ઠરાવી અને સજા ફટકારેલ છે. આપને જણાવી દઈએ કે આ કેસનાં ભોગ બનનાર સગીર વયનાં હતા અને ધોરાજીનાં કારખાનામાં કામે જતા હતા. તે સમયે આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન તે કારખાનામાં સુપરવાઈઝર હતા. જે ફેક્ટરીમાં કામ કરતી […]

Top Stories Rajkot
jhgfjkhldjkfhg ધોરાજી: લગ્નની લાલચે સગીરા પર બળાત્કાર ગુજારતા આરોપીને દસ વર્ષની ફટકારી સજા

ધોરાજી.

ધોરાજીના એડિશનલ સેશન્સ જજ શ્રી એચ એ દવેએ બળાત્કારનાં આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન રહેવાસી બિહારવાળાને તકસીરવાન ઠરાવી અને સજા ફટકારેલ છે.

આપને જણાવી દઈએ કે આ કેસનાં ભોગ બનનાર સગીર વયનાં હતા અને ધોરાજીનાં કારખાનામાં કામે જતા હતા. તે સમયે આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન તે કારખાનામાં સુપરવાઈઝર હતા. જે ફેક્ટરીમાં કામ કરતી પીડિતનાં પરિચયમાં આવ્યા હતા. આરોપી ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન મૂળ બિહારનાં વતની છે.

ગૌતમ કુમાર ભોલાભાઈ પાસવાન પહેલેથી પરિણીત હતા. આ તમામ હકીકત છુપાવી અને ભોગ બનનાર પીડિતને લગ્નની લાલચ આપી ફોસલાવીને પોતાની સાથે બિહાર લઇ જવા માટે તૈયાર કરી હતી. બિહાર જતા સમયે અમદાવાદ રેલવે સ્ટેશનમાં બંધ પડેલી ટ્રેનમાં ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધી બાંધ્યો હતો. જયારે બિહારથી પરત આવતી વખતે પણ ચાલુ ટ્રેનમાં ભોગ બનનાર પીડિતા સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલ હતો.

આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી રાવતે તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી હતી. ભોગ બનનારની જુબાની અને તમામ પુરાવાઓ ધ્યાને લઇ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી તરફથી સહમતીનો બચાવ લેવામાં આવેલો છે. ભોગ બનનારની જન્મતારીખ 3-3-2002 હતી. આ જોતા ભોગ બનનાર સગીર વયની હોય અને તેમની સહમતીની કોઈ કિંમત નથી અને આરોપી પોતે પરિણીત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી લઇ ગયો હતો અને સર્વોચ્ચ અદાલતનો ચુકાદો રજૂ કરેલો હતો કે સ્ત્રીનું શરીર તે પુરુષનાં મનોરંજનનું સાધન નથી.

લગ્નની લાલચ આપીને સહમતી મેળવીને કરેલો સંભોગ પણ બળાત્કાર સંભોગ જ ગણાય આ તમામ દલીલો મદદનીશ સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી કરવામાં આવેલી હતી.

આ મુદ્દે સરકારી વકીલ કાર્તિકેય પારેખે મંતવ્ય ન્યુઝને જણાવ્યું હતું કે,

qsfdlhsdjhgsjhgjsd ધોરાજી: લગ્નની લાલચે સગીરા પર બળાત્કાર ગુજારતા આરોપીને દસ વર્ષની ફટકારી સજા
Advocate Kartikey Parekh

જજ એચ એ દવેએ તમામ દલીલોને ધ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો હેઠળ દસ વર્ષની સજા અને ચૌદ હજાર રૂપિયા દંડ ફરમાવેલ છે.