New Delhi/ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ

પીએમ મોદી પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. ચાલુ વર્ષે આ કાર્યક્રમનો ચોથું સંસ્કરણ છે, જે માર્ચમાં યોજાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, આ સમયનો કાર્યક્રમ ઓનલાઈન લેવામાં આવશે,

Top Stories India
a 234 "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ

પીએમ મોદી પરીક્ષા પહેલા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે. ચાલુ વર્ષે આ કાર્યક્રમનો ચોથું સંસ્કરણ છે, જે માર્ચમાં યોજાશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, આ સમયનો કાર્યક્રમ ઓનલાઈન લેવામાં આવશે, જેમાં પીએમ મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લગતા વિષયો પર ચર્ચા કરશે.  જોકે, માર્ચમાં ક્યારે રહેશે તેની તારીખ હજી સુધી કહેવામાં આવી નથી, પરંતુ આ વખતે કાર્યક્રમ સંપૂર્ણપણે ઓનલાઇન થશે, જેમાં બાળકો સાથે તેમના માતાપિતા અને શિક્ષકો પણ હશે.

આ પણ વાંચો :  મમતાએ બોમ્બ બ્લાસ્ટને દર્શાવ્યો મોટો પ્લાન, કહ્યું – મંત્રીને મારવાનો હતો ગેમ પ્લાન

પીએમ મોદીએ કહ્યું કે ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં ગંભીર વિષયો પર મનોરંજક ચર્ચા થશે. કાર્યક્રમ વિશે માહિતી આપતી વખતે શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે ટ્વિટર પર લખ્યું છે કે, પરીક્ષાઓનો તાણવ ઓછું કરવા અને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માર્ચ 2021 માં સંવાદ કાર્યક્રમ #ParikshaPeCharcha2021 નું ચોથું સંસ્કરણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઘોરણ 10 અને 12 માટે CBSE બોર્ડની પરીક્ષા 4 મે, 2021 ના રોજ શરૂ થવાની છે. આ સિવાય રાજ્યના અન્ય બોર્ડમાંથી પણ પરીક્ષાની તારીખ આવી ગઈ છે.

આ પણ વાંચો :પૂર્વ CJI રંજન ગોગોઈ સામેનો યૌન શોષણનો મામલો સુપ્રીમ કોર્ટે કર્યો બંધ

આપને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી પીએમ મોદી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે. તે જ સમયે, તેઓ પરીક્ષા સંબંધિત તૈયારી વિશેની માહિતી લે છે અને તેમના પ્રશ્નોના જવાબો આપે છે. આ કાર્યક્રમમાં દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લે છે.