Not Set/ ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ગુજરાત પોલિસતંત્રના 19 પોલિસ અધિકારીઓની રાષ્ટ્રપતિ પોલિસ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.

Gujarat
Untitled 82 ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઇ

સુરેન્દ્રનગર જિલ્લા પોલિસમાં ધ્રાંગધ્રા ડીવીઝનના નાયબ પોલિસ વડા તરીકે ફરજ બજાવતા આર.બી.દેવધાની રાષ્ટ્રપતિ પોલિસ ચંદ્રક માટે પસંદગી થઇ છે. મંગળવારે મોડી સાંજે રાજ્ય સરકારે કરેલા બદલીના ઓર્ડરમાં તેમની બદલી દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને નવા નાયબ પોલિસ અધિક્ષક તરીકે જે.ડી.પુરોહિતને મુકવામાં આવ્યા છે.

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અંતર્ગત ગુજરાત પોલિસતંત્રના 19 પોલિસ અધિકારીઓની રાષ્ટ્રપતિ પોલિસ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં બે પોલિસ અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ તથા બાકીના 17 પોલિસ અધિકારીઓને પ્રશંસનીય સેવા અંગેના મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલિસમાં ફરજ બજાવતા ધ્રાંગધ્રા ડીવીજનના નાયબ પોલિસ વડા આર.બી.દેવધાની પ્રશંસનીય સેવા અંગેના રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાને આ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા બદલ ગુજરાત રાજ્યના પોલિસ વડા આશિષ ભાટીયા, સૌરાષ્ટ્ર રેન્જ આઇજી સંદીપસિંહ, સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ વડા મહેન્દ્ર બગડીયા તથા પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલિસ તંત્રમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.