જાહેરનામું/ BAPS, ઇસ્કોન મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં થાય

રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.  જેમાં લોકો માત્ર ધાર્મિક રીતે હોળી પ્રગટાવી શકશે, પરંતુ ધુળેટીમાં રંગોથી ઉજવણી નહીં કરી શકે.

Gujarat Rajkot
Untitled 45 BAPS, ઇસ્કોન મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં થાય

રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા સરકારે ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.  જેમાં લોકો માત્ર ધાર્મિક રીતે હોળી પ્રગટાવી શકશે, પરંતુ ધુળેટીમાં રંગોથી ઉજવણી નહીં કરી શકે. દર વર્ષે શહેરના સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક રંગોથી ઉજવણી કરવામાં આવે છે. લોકો ભગવાનને પણ ધુળેટી રમાડે છે, પરંતુ આ વર્ષે પ્રતિબંધ હોવાને કારણે શહેરના મોટા મંદિરો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, , ઇસ્કોન મંદિર સહિતના મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં કરાય. ભાવિકોને ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ મળશે.  આ ઉપરાંત મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં થાય.

Untitled 46 BAPS, ઇસ્કોન મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં થાય

ઇસ્કોન મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ગૌર પૂર્ણિમાની ઉજવણી થશે.  જેમાં લોકોનો સમાવેશ માત્ર દર્શન પૂરતો જ હશે. માત્ર ભગવાનના વિગ્રહને રંગ લગાવીને રંગોત્સવ ઉજવાય છે. આ વર્ષે  પણ એજ પ્રમાણે ધુળેટીની ઉજવણી થશે.

સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ કાર્યક્રમ થશે નહીં. ધુળેટીના દિવસે સવારે 6થી 8:30 દરમિયાન ઓનલાઈન ઉજવણી થશે. જેમાં મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ સાથે હરિભક્તો ઘેરબેઠાં ભગવાનનું પૂજન કરીને ઉજવણી કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ