ગુજરાત/ શું ખરેખર કેશોદ નગરપાલિકામાં ચેરમેને તેની સત્તાનો દૂરઉપયોગ કર્યો?: પુત્રને નોકરી આપવાની નોંધાઈ ફરિયાદ

કેશોદ નગરપાલિકામાં ફાયર વિભાગની ભરતી કોભાંડ છાશવારે વિવાદમાં આવવા છતાં સતાધારી પક્ષની ચૂપકીદી શું સાબિત કરે છે?

Gujarat Others Trending
કેશોદ

કેશોદ નગરપાલિકામાં રાજ્ય સરકાર દ્વારા જીલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન ફાળવવામાં આવ્યાં બાદ કરવામાં આવેલ ભરતી અન્વયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની ફરિયાદો થતાં વિવાદમાં આવેલ છે. ફાયર સ્ટેશન

કેશોદ શહેરનાં ભાજપના અગ્રણી આગેવાન રાજુભાઈ બોદર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવી કેશોદ નગરપાલિકાનાં પસંદગી સમિતિના ચેરમેન અને સદસ્ય ઉપરાંત પુર્વ શહેર ભાજપના પ્રમુખ હરિનભાઈ ચોવટીયાએ પોતાના પુત્ર રાહુલભાઈ ચોવટીયાને ફાયર વાયરલેસ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવેલ છે ત્યારે પિતા પુત્રનો લોહીનો સંબંધ હોય સતાનો દુરપયોગ કરી પસંદગી સમિતિમાં બહાલ કરીને સામાન્ય સભામાં પણ બહુમતી એ બહાલ કરવામાં આવેલ છે.

ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ પસંદગી સમિતિના ચેરમેન અને સદસ્ય હરિનભાઈ ચોવટીયા ને ગેરલાયક ઠરાવવા અને જવાબદાર સદસ્યો પાસેથી આર્થિક નુકસાનની જવાબદારી ઠરાવી નાણાં વસૂલવા પ્રાદેશિક કમિશનર ભાવનગર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે. આ અંગે કેશોદ ભાજપના અગ્રણી આગેવાન રાજુભાઈ બોદર દ્વારા જણાવાયું હતું કે છેલ્લા બે મહિનાથી કેશોદ નગરપાલિકામાં ફાયર વિભાગની ભરતી કોભાંડને કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારાં દિવસોમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપા પક્ષને નુકશાન ન થાય એટલે નાછુટકે ફરિયાદ નોંધાવી છે. કેશોદ નગરપાલિકા ફાયર વિભાગની ભરતી કોભાંડ ટોક ઓફ ટાઉન હોવા છતાં સતાધારી પક્ષના પદાધિકારીઓ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવાને બદલે ચૂપકીદી સેવી રહ્યા છે ત્યારે તેઓ પણ શહેરીજનોની નજરમાં શંકાનાં દાયરામાં આવી ગયાં હોવાનું ઉમેર્યું હતું.

આ પણ વાંચો : રોહિત ODI ક્રિકેટમાં આ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી