Not Set/ કૌભાંડનો પર્દાફાશ/ રેશનકાર્ડમાં મૂળ 2 નામ, 14 વધારાનાં નામ ઉમેરી અનાજ સગેવગે, આવા કેટલા કાર્ડ ?

કૌભાંડીઓને કોરોનાનાં કપરા કાળમાં પણ શાંતી નથી અને આવા સામાજીક રાક્ષસો કોઇ પણ સમયે સમાજને નુકસાની પહોંચાડવા હમેંશા તત્પર જોવામાં આવે છે. જી હા, વડોદરામાં પણ આવુ જ કઇક બન્યુ હોવાની વિગતો સામે આવે છે. વડોદરામાંથી ફરી એક વખત રેશનકાર્ડ કૌભાંડ  સામે આવ્યું છે. રેશનકાર્ડમાં ઓનલાઇન નવા નામો ઉમેરી કૌભાંડ આચરાતુ હોવાનુ સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો […]

Gujarat Others
088e7d9ab4ae3d551e2039b58b5f77b0 કૌભાંડનો પર્દાફાશ/ રેશનકાર્ડમાં મૂળ 2 નામ, 14 વધારાનાં નામ ઉમેરી અનાજ સગેવગે, આવા કેટલા કાર્ડ ?

કૌભાંડીઓને કોરોનાનાં કપરા કાળમાં પણ શાંતી નથી અને આવા સામાજીક રાક્ષસો કોઇ પણ સમયે સમાજને નુકસાની પહોંચાડવા હમેંશા તત્પર જોવામાં આવે છે. જી હા, વડોદરામાં પણ આવુ જ કઇક બન્યુ હોવાની વિગતો સામે આવે છે. વડોદરામાંથી ફરી એક વખત રેશનકાર્ડ કૌભાંડ  સામે આવ્યું છે. રેશનકાર્ડમાં ઓનલાઇન નવા નામો ઉમેરી કૌભાંડ આચરાતુ હોવાનુ સામે આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. 

વાડીમાં રહેતા માતા-પુત્રના રેશન કાર્ડમાં ચેડાં કરાયાં હોવાની વિગતો સામે આવતા સમગ્ર કૌભાંડ સામે આવ્યાની હકીકતો વિદિત છે. કૌભાંંડીઓ દ્વારા વાડીમાં રહેતી મહિલા અને તેના પુત્રના નામો ઘરાવતા રેશનકાર્ડમાં મૂળ નામ સહિત વધારાનાં નામ ચઢાવી દીધાં હોવાની વિગતો સામે આવી રહી છે. વધારાનાં ખોટાં નામો ચઢાવી અનાજ સગેવગે કરાયું હોવાની પણ વિગતો સામે આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. 

ગરીબોનાં હિસ્સાનું અનાજ સગેવગે કરતાં  સરકારી બાબુઓ હદ વટાવી રહ્યા હોય તેવી રીતે ગરીબો અને સરકાર બનેને લૂંટી રહ્યા હોય તેવી વિગતો આ કૌભાંડમાં સામે આવી રહી છે, જી હા, કૌભાંડમા સામે આવેલી વિગતો જોવામાં આવે તો, રેશનકાર્ડમાં મૂળ નામ 2 છે, જ્યારે વધારાનાં 14 નામ ઉમેરી દેવામાં આવ્યા હતા. 

મૂળ લાભાર્થીને 2 જ મહિનાનો અનાજનો જથ્થો મળ્યો છે. લોકડાઉનમાં મોટા પાયે આ કૌભાંડ આચરાયું હોવાની આશંકા જોવામાં આવી રહી છે. અપરિણિત હોવાં છતાં રેશનકાર્ડમાં પત્ની, પુત્રોનાં નામનો ઉમેરો કરી દેવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા સનસનાટી વ્યાપી જવા પામી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews