ભાવ વધારો/ ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો, સતત બીજા દિવસે વધ્યો ભાવ

દેશમાં એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે. ત્યારે હવે ડીઝલનો ભાવ વધતા લોકોનાં બઝેટ પર અસર થાય તો કોઇ નવાઇ નહી.

Top Stories Business
11 209 ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો, સતત બીજા દિવસે વધ્યો ભાવ

દેશમાં એક તરફ કોરોના તો બીજી તરફ મોંઘવારી સામાન્ય માણસની કમર તોડી રહી છે. કોરોનાનાં કારણે તો મોંધવારી વધી જ છે પરંતુ પેટ્રોલ કે ડીઝલનો ભાવ વધે છે ત્યારે પણ મોંઘવારીમાં વધારો થાય છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલનાં ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. પરંતુ ડીઝલનાં ભાવમાં વધારો થયો છે.

11 210 ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો, સતત બીજા દિવસે વધ્યો ભાવ

આ પણ વાંચો – ગુજરાત /  રાજ્ય વિધાનસભાનાં ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ, ભુપેન્દ્ર પટેલ નેતૃત્વની સરકારનું આ પ્રથમ સત્ર

આપને જણાવી દઇએ કે, આજે પેટ્રોલનાં ભાવમાં તો વધારો નોંધાયો નથી પરંતુ ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. જણાવી દઇએ કે, આજે એટલે કે 22 માં દિવસે પણ પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ડીઝલની કિંમતમાં 25 પૈસાથી 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા, ડીઝલ 89.32 રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા, ડીઝલ 96.94 રૂપિયા પ્રતિ લિટર અને કોલકાતામાં પેટ્રોલ 101.62 રૂપિયા, ડીઝલ 92.42 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે, રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડીઝલની કિંમત 25 પૈસા પ્રતિ લીટર વધીને 89.07 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. આ સાથે જ સતત 21 માં દિવસે પેટ્રોલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે, શુક્રવારે પણ ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધવામાં આવ્યો હતો.

11 211 ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો, સતત બીજા દિવસે વધ્યો ભાવ

આ પણ વાંચો – નિવેદન / ઉત્તરપ્રદેશમાં તાલિબાની સ્ટાઇલ જેવું શાસન,દીદી PM મોદી કરતાં વધુ લોકપ્રિય : અભિષેક બેનર્જી

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દરરોજ ભાવની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં ફેરફાર કરે છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેલનાં ભાવ બમણા સુધી વધી જાય છે. જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ દરરોજ અપડેટ થાય છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત માત્ર એક SMS દ્વારા જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઇલ (IOCL) નાં ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.