Controversy/ કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, ધાર્મિક માલવિયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેચી શકે છે…!!

કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, પાસના નક્કી કરેલા 2 ઉમેદવારોને ટિકિટ ન અપાતા રોષ

Top Stories Gujarat Surat
corona 2 કોંગ્રેસ અને પાસ વચ્ચેનું કોકડુ ગુંચવાયું, ધાર્મિક માલવિયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેચી શકે છે...!!
  • સુરત પાસના નેતા ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર નહિં ભરતા કોંગ્રેસમાં વગર ચૂંટણીએ એક  બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે. 
  • અન્ય પાટીદારોને પણ ઉમેદવારી ફોર્મ પરત ખેચવા રજૂઆત 

@ધ્રુવ સોમપુરા, સુરત

ગુજરાત કોંગ્રેસમાં હંમેશાથી ટીકીટ વહેચણી ને લઈને રોષ જોવા મળે છે. પછી તે વિધાનસભા ની ચૂંટણી હોય, લોકસભાની હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય. રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરાઈ ચુક્યા છે. ત્યારે સુરત ખાતે કોંગ્રેસ અને  પાસ વચ્ચે નું કોકડું ગુંચવાયું છે.

સુરતના સરથાણા ખાતે મોડી રાત્રે પાટીદારોની બેઠક મળી હતી. સુરતમાં  15 પાટીદારોને ટિકિટ મળી છે. છતાય વોર્ડ નંબર-16 અને 17માં પાટીદારોની ટિકિટ કપાઇ જતા કોકડું ગૂંચવાયું છે. કોંગ્રેસે ટિકિટ આપવામાં અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસને હરાવવા નિર્ધાર કર્યો છે. અને અન્ય પાટીદારોને પણ  ઉમેદવારી ફોર્મ પરત ખેચવા માટે રજૂઆત કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના મોવડી મંડળ સાથેની ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન ધોરાજિયાને ટિકિટ આપવામાં આવે તેવી માગણી કરી હતી પરંતુ વિલાસબેનને ટિકિટ નહિં ફાળવતા માલવિયાએ ફોર્મ જ ન ભર્યું. સાથે વિજય પાનસૂરિયાની પણ ટિકિટ કપાઈ જતા નારાજગી  જોવા મળી છે.

કોંગ્રેસની ટિકિટ પરથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા માંગતા સુરત પાસના નેતા ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારીપત્ર નહિં ભરતા શહેર કોંગ્રેસમાં વગર ચૂંટણીએ એક બેઠક  ગુમાવવાનો વારો આવ્યો છે.

fire / દિલ્હીના ઓખલા વિસ્તારની ફેકટરીમાં આગ, ઝૂંપડપટ્ટીમાં આગથી લોકોમાં મચી નાસભાગ

Covid-19 / વિશ્વમાં હાલ 2.58 કરોડ એક્ટિવ કેસ, અમેરિકામાં 24 કલાકમાં 2730 લોકોનાં મોત

વિલાસબેનને ટીકીટ નહિ ફાળવાતાં ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવા પુરા પ્રયાસ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસમાં દમ હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે. સુરત પાસના અગ્રણી અલ્પેશ કથીરિયાએ પણ પોતાનો રોષ ઠાલવતા કહ્યું હતું કે, કોંગ્રેસને હરાવવા માટે અમે અમે પૂરી તાકાત લગાવી દઈશું. કોંગ્રેસ દ્વારા ટિકિટ વિતરણમાં છેલ્લી ઘડીએ દગો કરવામાં આવ્યો છે. ટીકીટ આપવા માટેનું વચન આપી છેલ્લી ઘડીએ કોંગ્રેસ ફરી ગઈ છે. જેને લઇ પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે.

પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો વિરુદ્ધ દાખલ થયેલા કેસ વિલાસબેન ધોરાજિયાના પતિ સંજયભાઈ ધોરાજિયા પાટીદારોની તરફેણમાં કેશોદથી લડતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે સંજયભાઈ ધોરાજિયાએ આપેલા સહયોગને કારણે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે એ પ્રકારની માંગણી ધાર્મિક માલવિયા દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોંગ્રેસે પાસ નેતા ધાર્મિક બળદગાડામાં બેસીને પ્રચાર કરતા ઉમેદવારી નોંધાવવા ગયા હતા અને પછી છેલ્લી ઘડીએ તેમને જાણ થઇ હતી કે વિલાસ્બેનને ટીકીટ નથી આપી તો તેઓ પણ ઉમેદવારી નોંધાવી નાં હતી. અને પરત ફર્યા હતા.

Election / રાજકોટમાં તમામ પક્ષોના મળી 317 ફોર્મ ભરાયા, વોર્ડ નંબર 1 માં સૌથી વધુ 39, અપક્ષ 246

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…