Cricket/ ધોનીને લઇને દિનેશ કાર્તિકે આપ્યુ મોટું નિવેદન, કહ્યુ – તેના કારણે મારા ટીમ ઈન્ડિયામાં…

દિનેશ કાર્તિકે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં આવતા પહેલા કરી હતી, અને તેને ઘણી વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવવાની તક મળી હતી પરંતુ તે આ તકોનો લાભ ઉઠાવી શક્યો ન હતો.

Sports
દિનેશ

ટીમ ઈન્ડિયાનાં વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પોતાની કારકિર્દી અંગે મોટું નિવેદન આપ્યું છે. કાર્તિકે કહ્યું, ‘ભારતીય ક્રિકેટ ટીમમાં એમએસ ધોનીનાં આગમન પછી, ટીમ ઇન્ડિયાનાં તમામ દરવાજા મારા માટે બંધ થઈ ગયા હતા.’ તે ક્યારેય ટીમમાં કાયમી સ્થાન બનાવી શક્યો નથી. દિનેશ કાર્તિકે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મહેન્દ્ર સિંહ ધોનીની ટીમમાં આવતા પહેલા કરી હતી, અને તેને ઘણી વખત ટીમ ઇન્ડિયામાં સ્થાન બનાવવાની તક મળી હતી પરંતુ તે આ તકોનો લાભ ઉઠાવી શક્યો ન હતો.

કાર્તિક

આ પણ વાંચો – Cricket / ઈમરાન તાહિરની ‘The Hundred League’ માં પ્રથમ હેટ્રિક, 19 બોલમાં લીધી 5 વિકેટ

બીજી બાજુ, જ્યારે મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો ત્યારે તેણે તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનાં આધારે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું, જોકે આ પછી પણ કાર્તિકને ઘણી વધુ તકો મળી પરંતુ તે બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો ભાગ રહ્યો. વર્ષ 2007 માં ઈંગ્લેન્ડનો પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકની ઓપનર તરીકે પસંદગી થઈ હતી. કાર્તિકે આ સીરીઝમાં 263 રન બનાવ્યા હતા જેમાં તેણે 6 ઇનિંગ્સમાં 3 અડધી સદી ફટકારી હતી. આ સીરીઝ દરમ્યાન તેની બેટિંગ એવરેજ 43.83 હતી. આપને જણાવી દઈએ કે, ધોની ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો ત્યારથી તેણે વિશ્વ ક્રિકેટમાં તોફાન મચાવ્યું. પહેલા વિકેટકીપર બેટ્સમેન તરીકે અને બાદમાં પ્રબળ કેપ્ટન તરીકે. કાર્તિકે કહ્યું કે, તે જાણતો હતો કે ટીમ ઇન્ડિયામાં વિકેટકીપર-બેટ્સમેનની જગ્યા હવે આગામી 10 થી 12 વર્ષ માટે બંધ છે. કાર્તિકે વધુમાં જણાવ્યું કે ઘણા વર્ષો બાદ ટીમ ઇન્ડિયાને એક મહાન વિકેટ કીપર મળ્યો છે.

કાર્તિક

આ પણ વાંચો – ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિસ ક્રેન્સની તબિયત લથડી,લાઇફ સપોર્ટ પર

કાર્તિકે આગળ કહ્યું, હું ક્યારેય મારી વસ્તુઓ પર ધ્યાન આપતો નથી. મારો સ્વભાવ હંમેશા આવો જ રહ્યો છે. આગળ શું થશે? આ હંમેશાથી મારા માટે સતત સવાલ રહ્યો છે. તે સમયે હું એક મજબૂત બેટ્સમેન બનવા માંગતો હતો. મિડલ ઓર્ડર અને ઓપનરનાં રૂપમાં ટીમમાં બે જગ્યાઓ ખાલી હતી. ધોની સહિતનાં લોકોએ મને એક વાત કહી – ‘તમે બેટ્સમેન તરીકે ખૂબ જ પ્રતિભાશાળી છો. તમે ઓપનિંગ કરી શકો છો.’ આનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. દિનેશ કાર્તિકે આ નિવેદન ભારતનાં પૂર્વ ઓપનર આકાશ ચોપરા સાથે એક યુટ્યુબ ચેનલ પર આપ્યુ હતુ.