Not Set/ દિપીકાને પણ કહેવામાં આવ્યું હતું કે બ્રેસ્ટ મોટી કરો તો જ કામ મળશે

મુંબઇ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે હીરોઇનોને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે તેના વરવા ઉદાહરણો વિશે તો તમે જાણ્યું હશે,પરંતું આજે તમને એવી ટોપની એક્ટ્રેસ વિશે જણાવવા માંગીએ છીએ જેને ફિલ્મ લાઇનમાં ટકી રહેવા માટે લોકોએ માની ના શકાય તેવી સલાહો આપી હતી. દિપીકા પાદુકોણ આજે બોલિવૂડ ટોચની એક્ટ્રેસમાં શામેલ છે પણ એક […]

Entertainment
dipika દિપીકાને પણ કહેવામાં આવ્યું હતું કે બ્રેસ્ટ મોટી કરો તો જ કામ મળશે

મુંબઇ,

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે હીરોઇનોને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે તેના વરવા ઉદાહરણો વિશે તો તમે જાણ્યું હશે,પરંતું આજે તમને એવી ટોપની એક્ટ્રેસ વિશે જણાવવા માંગીએ છીએ જેને ફિલ્મ લાઇનમાં ટકી રહેવા માટે લોકોએ માની ના શકાય તેવી સલાહો આપી હતી.

દિપીકા પાદુકોણ આજે બોલિવૂડ ટોચની એક્ટ્રેસમાં શામેલ છે પણ એક સમય એવો હતો જ્યારે તેને ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અનેક પ્રકારની સલાહો આપવામાં આવતી હતી. દિપીકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, એક સમયે તેને કોઈએ બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

દિપીકા કહે છે કે હું જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મારા ફિગર વિશે લોકો અનેક પ્રકારની સલાહો આપતાં.કોઇ કહેતું કે તમારુ શરીર વધારે પડતું પાતળું છે, જેના કારણે તમને રોલ મેળવવામાં મુશ્કેલી પડશે. મને કેટલાંક લોકો મારી બ્રેસ્ટને વધારવાની સલાહ પણ આપી હતી.

એક મેગેઝીન સાથે વાત કરતા દિપીકાએ જણાવ્યું કે મને કરિયરની શરૂઆતમાં ઘણી સલાહો મળતી હતી, જેમ કે સ્તન સર્જરી કરાવવાની, બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લેવાની. સલાહકારોને લાગતુ હતું કે, આના કારણે પ્રોડ્યૂસર્સ મને નોટિસ કરશે અને ફિલ્મોમાં કામ આપશે. પણ હું એ પ્રકારની માનસિકતા ધરાવતી નહોતી.

આવી સલાહો વચ્ચે પોતાના ડેબ્યૂ વિશે વાત કરતા દિપીકાએ કહ્યું કે ઓમ શાંતિ ઓમ મારા માટે ડ્રીમ ડેબ્યૂ હતી. અદભુત કાસ્ટ, સુપર મ્યૂઝિક અને સૌથી મોટી વાત મારો હીરો શાહરુખ ખાન હતો.

ઓમ શાંતિ ઓમ’ બાદ દીપિકાએ સ્પીડ પકડી. કેટલીક ફ્લૉપ ફિલ્મોને છોડી દઈએ તો તેનું અત્યાર સુધીનું કરિયર સુપરહિટ રહ્યું છે. ગત વર્ષે તેણે ‘XXX – રીટર્ન ઑફ જેંન્ડર કેઝ’થી હોલીવુડ મુવીમાં ડેબ્યૂ કર્યું હતું