Bollywood/ અનુરાગ કશ્યપને હાર્ટ એટેક આવતા કરાવી એન્જીયોપ્લાસ્ટી, જાણો હવે કેવી છે તબિયત

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે મુંબઈમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી છે.  ગયા અઠવાડિયાથી તે હોસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Entertainment
A 347 અનુરાગ કશ્યપને હાર્ટ એટેક આવતા કરાવી એન્જીયોપ્લાસ્ટી, જાણો હવે કેવી છે તબિયત

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે મુંબઈમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી છે.  ગયા અઠવાડિયાથી તે હોસ્પિટલમાં દાખલ છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની તબિયત હવે સુધરી રહી છે. તે હવે સ્વસ્થ થઈ રહ્યો છે.

એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, અનુરાગને ગયા અઠવાડિયે છાતીમાં દુખાવો થયો હતો, ત્યારબાદ તેણે પોતાનું ચેકઅપ કરાવવાનું નક્કી કર્યું હતું. ચેકઅપમાં, એન્જીયોગ્રાફી બહાર આવ્યું હતું. જે બાદ તેને તાત્કાલિક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

48 વર્ષીય અનુરાગ કશ્યપના હાર્ટમાં બ્લોકેજ હોવાના કારણે ડોકટરોએ તેમને એન્જીયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી, જેના પછી તેમને સર્જરી કરાવી. ડિરેક્ટરની એન્જીયોપ્લાસ્ટીના સમાચારો તેમના પ્રવક્તા દ્વારા પુષ્ટિ મળી છે.

આ પણ વાંચો :સોનુ સૂદને મહિલાએ બાંધી રાખડી, ભાઈ બનતા એક્ટરે કહી આ વાત

તેમણે કહ્યું હતું કે સર્જરી બાદ અનુરાગ કશ્યપની તબિયત હવે સુધરી રહી છે અને તે હાલ આરામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અનુરાગ કશ્યપે માર્ચ મહિનામાં તેમની આગામી ફિલ્મ દોબારાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. એન્જીયોપ્લાસ્ટી પહેલાં, તે ઘરે ઘરે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી રહ્યા હતા. પરંતુ સર્જરી બાદ ડોકટરોએ તેમને ઓછામાં ઓછા એક અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો :મનોરંજન જગત પર કોરોનાની માઠી અસર, આ ત્રણ મોટી ટીવી સીરીયલ બંધ થવાની ચર્ચા

આપને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચ મહિનામાં આઈટી રેડ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે પડી હતી. આ દરોડો ત્રણ દિવસ સુધી ચાલ્યા હતા. મુંબઈ અને પુણેમાં બંને સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 2 રાજ્યોના આવકવેરા અધિકારીઓએ અહીં દરોડા પાડ્યા હતા. આમાં ત્રણ યુપીથી અને ત્રણ મહારાષ્ટ્રના હતા. પુનાની એક હોટલમાં અનુરાગ કશ્યપનું નિવેદન પણ નોંધાયું હતું. જે દરમિયાન તેનો ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં અનુરાગનું લેપટોપ અને ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :UAEના ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય અભિનેતા બન્યા સંજય દત્ત, ઇન્સ્ટાગ્રામ પર આભાર વ્યક્ત કર્યો

kalmukho str 24 અનુરાગ કશ્યપને હાર્ટ એટેક આવતા કરાવી એન્જીયોપ્લાસ્ટી, જાણો હવે કેવી છે તબિયત