જગતનો તાત ચિંતામાં/ ડીસા પોતાની ઓળખ બટાકા ગુમાવી રહ્યું છે? ભાવમાં 50 ટકાનો થયો ઘટાડો

બનાસકાંઠામાં આવેલ ડીસાની ઓળખ એટલે કે, બટાકા, પરંતુ હવે ડીસા બટાકાની ઓળખ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.કારણે કે, ડીસાના ખેડૂતોને બટાકાનો સારા ભાવ ના મળતા, તેવો બીજા પાક તરફ વળ્યા છે.ખેડૂતોના પ્રશ્નો શુ છે.

Gujarat Others
બટાકા

બનાસકાંઠા જિલ્લામાં બટાકાના ભાવોમાં ઘટાડો નોંધાતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે..  બનાસકાંઠાનું ડીસા એ બટાકાનું હબ ગણાય છે. ડીસાના બટાકા દેશ- વિદેશમાં વખણાય અને બટાકાનું નામ આવે એટલે લોકોને ડીસા યાદ આવે પરંતુ આજે આ ડીસા પોતાના બટાકાની ઓળખ ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બટાકાના 50 ટકા ભાવમાં ઘટડો નોંધાયો છે. અને છેલ્લા ત્રણ દિવસથી સતત બટાકાનો ભાવ ગગડી રહ્યો છે.જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ડીસામાં અંદાજે 30784હેકટરમાં બટાકાનું વાવેતર થયું છે.અને ડિસા માર્કેડીંગ યાર્ડમાં જાન્યુઆરી મહિનાથી બટાકાની ખરીદી અને હરાજી શરૂ થઈ ગઈ હતી. તે સમયે બટાકાના 150 થી 200 રૂપિયાના ભાવ બોલાતા હતા. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી 40 થી 137 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે.

બટાકાના ભાવમાં સતત ઘટાડો થવાનું કારણે વેપારીઓ પણ છે. બટાકા સારા ન હોવાનું કઈને ખેડૂતોને યોગ્યા ભાવ નથી આપતા અને સાથે બટાકાનું ઉત્પાદન રાજ્યના બીજા જિલ્લાઓમાં થવાના કારણે વેપારીઓ હવે ડીસા કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ બટાકાની ખરીદી કરવા લાખ્યા છે.

ગત વર્ષે વેપારીઓ ખેડૂતોના ખેતર સુધી બટાકા લેવા માટે જઈ રહ્યા હતા. પરંતુ આ વખતે ભાવ ના હોવાથી ખેડૂતો માર્કેટયાર્ડમાં જ બટાકા વેચવા માટે આવી રહ્યા છે. છતાં પણ મોટાભાગના વેપારીઓ બટાકા ખરીદવા તૈયાર નથી. ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. કે, બટાકાના ભાવ જે રીતે ગગડી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે.

એક સમયે ડીસાના બટાકાનો એક્કો હતો.પરંતુ આજે કોઈ વેપારી ડીસાના બટાકા ખરીદવા માટે તૈયાર નથી..ખેડૂતોમાં બટાકાના પાકમાંથી આવક ના થતા રોવાનો વારો આવ્યો છે.જો સતત આવું જ ચાલતુ રહ્યું તો. ડીસાના ખેડૂતો બીજા કોઈ પાકનું વાવેતર કરવા મંજબુર બનશે. અને ડીસા પોતાની ઓળખ બટાકા તરીકેની ગુમાવશે. ત્યારે આ મામલાને લઇને સરકાર દ્વારા ખેડૂતોને શુ રાહત આપવામાં આવે છે. તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:ઉનાળાની શરૂઆતથી શેરડીનો રસ બનાવતા મશીનની માગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો:અગ્નિની સાક્ષીએ શરૂ કરેલું લગ્નજીવન દીવાસળી ચાંપી પૂરું કર્યું

આ પણ વાંચો:લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર ત્રાટકી પોલીસ, 89 લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં રખડતા કૂતરાઓ આતંક વધ્યો, 15 દિવસમાં 477 લોકો બન્યા શિકાર