Not Set/ LRD ભરતીમાં અનામત મુદ્દે બિનઅનામત વર્ગ નારાજ, શું બંને પક્ષ સામસામે ધારણા કરશે…?

આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના પરિપત્રને રદ કરવાની વાત હતી. બિન અનામત વર્ગની ચિંતન શિબિરમાં સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો બિન અનામત વર્ગની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઈ પણ નવો પરિપત્ર બહાર પાડવામાં […]

Gujarat Uncategorized
lrd 8 LRD ભરતીમાં અનામત મુદ્દે બિનઅનામત વર્ગ નારાજ, શું બંને પક્ષ સામસામે ધારણા કરશે...?

આજે બુધવારના રોજ ગાંધીનગર ખાતે બિન અનામત વર્ગની ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત રોજ સરકાર દ્વારા LRD મુદ્દે 1-8 ના પરિપત્રને રદ કરવાની વાત હતી. બિન અનામત વર્ગની ચિંતન શિબિરમાં સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. જો બિન અનામત વર્ગની સાથે ચર્ચા વિચારણા કર્યા સિવાય કોઈ પણ નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે તો બિન અનામત વર્ગ દ્વારા આંદોલન ની ચીમકી ઉચ્ચારવામાં આવીહતી.

બિન અનામત વર્ગની લાલ આંખ, – સરકાર પૂછ્યા વિના પરિપત્રમાં ફેરફાર કરશે તો …… !!

LRDનાં પરિપત્રમાં ફેરફાર, સરકારના ગાળામાં ભરાયો અનામતનો ગાળીયો, કોને મળશે ન્યાય ..?

આ મીટીંગમાં પરિપત્ર સાથે કોઇ બાંધ છોડ નહીં થાય તેવું સ્પષ્ટતા દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી.  તેમને જણાવ્યું હતુકેગાંધીનગર કલેક્ટરને મળવા જઇશુ. સરકારે ચર્ચા મામલે સમય આપવો પડશે. સીએમને મળીને રજૂઆત કરવામાં આવશે. રાજકીય દબાવમાં આવીને સરકારે આ નિર્ણય લીધો છે. તો વધુમાં દિનેશ બાંભણિયાની અન્ન જળ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. 

આ શિબિરના અંતે દિનેશ બાંભણિયા સહિત સવર્ણ આગેવાનો ગાંધીનગર કલેકટર કચેરી જવા રવાના થયા હતા. પરંતુ તેમના આગમન પૂર્વે જ ગાંધીનગર કલેકટર કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

LRD ભરતી વિવાદ / બિનઅનામત વર્ગની પાસ થયેલી યુવતીઓએ ખટખટાવ્યો અદાલતનો દરવાજો

LRD વિવાદ / સવર્ણ આગેવાનોના આગમન પૂર્વે કેમ બંધ કરાયા ગાંધીનગર કલેકટર કચેરીના ગેટ..?

માત્ર સવર્ણ આગેવાનોને ગાંધીનગર કલેકટર કચેરીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.  જયારે વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને વિરોધ કર્યો હતો. LRD ભરતીમાં અનામત મુદ્દે બિનઅનામત વર્ગ નારાજ દેખાઈ રહ્યો છે. આગેવાનોએ ગાંધીનગર કલેકટરને આ મુદ્દે  રજૂઆત કરી છે.  અને હવે આ સીબીરે રેલીનું સ્વરૂપ ધારણ કર્યું છે. અને સત્યાગ્રહ છાવણી જશે. સાથે તમામ લોકો સાથે સવર્ણ આગેવાનો પણ રવાના થયા છે. સત્યાગ્રહ છાવણીમાં બન્ને મોરચા આમને-સામને આવશે.

અનામત અને બિન અનામત મોરચો આમને-સામને

સત્યાગ્રહ છાવણી બાદ CM કાર્યાલય રવાના થશે તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. બિન અનામત વર્ગના લોકો  પણ હવે તેમના હક્ક માટે સરકાર વિરુદ્ધ ધારણા કરશે. બિન અનામત વર્ગના મોરચાને  સત્યાગ્રહ  છાવણી જતા પોલીસે રોક્યો હતો. અને લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.