Not Set/ ધૃણાસ્પદ ઘટના/ તેલંગાણામાં મહિલા તહેસલદારને કચેરીમાં જ જીવતા સળગાવી દેવામાં આવ્યા

તેલંગાણામાંથી એક વિલક્ષણ  અને અત્યંત ધ્રૃણાસ્પ્રદ ઘટના સામે આવી છે. રાજ્યમાં ગુનેગારોની ગ્રાફ એટલી ઉંચાઇએ છે કે તેઓ સરકારી અધિકારીઓને પણ બક્ષતા નથી. આ કિસ્સો રંગારેડિ જિલ્લાનો છે, જ્યાં એક મહિલા તહસીલદારને તેની સરકારી ઓફિસમાં જ ઘૂસી જઇ,  જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ચાલુ દિવસે તમામની હાજરીમાં જ  ગુનો કર્યા બાદ ગુનેગાર નાસી છૂટયાં હતાં. […]

Top Stories India
burning ધૃણાસ્પદ ઘટના/ તેલંગાણામાં મહિલા તહેસલદારને કચેરીમાં જ જીવતા સળગાવી દેવામાં આવ્યા

તેલંગાણામાંથી એક વિલક્ષણ  અને અત્યંત ધ્રૃણાસ્પ્રદ ઘટના સામે આવી છે. રાજ્યમાં ગુનેગારોની ગ્રાફ એટલી ઉંચાઇએ છે કે તેઓ સરકારી અધિકારીઓને પણ બક્ષતા નથી. આ કિસ્સો રંગારેડિ જિલ્લાનો છે, જ્યાં એક મહિલા તહસીલદારને તેની સરકારી ઓફિસમાં જ ઘૂસી જઇ,  જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ચાલુ દિવસે તમામની હાજરીમાં જ  ગુનો કર્યા બાદ ગુનેગાર નાસી છૂટયાં હતાં.

રિપોર્ટ્સ અનુસાર, કોઈ અજાણ્યા શખ્સે સોમવારે તેની ઓફિસમાં બેઠેલી મહિલા તહસિલદાર વિજયા રેડ્ડી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતા. આગમાં બળી જવાનાં કારણે તેનું મોત નીપજ્યું હતું. તહસીલદારને સળગતા જોઇને ત્યાં હાજર કેટલાક લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયા. આ દરમિયાન બે લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

આ ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસ દાવો કરી રહી છે કે આરોપી જલ્દીથી તેને પકડશે. જોકે, આ ઘટના પાછળનો હેતુ જાણી શકાયો નથી.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે, આ ઘટના બપોરના ભોજનના સમય દરમિયાન બની જ્યારે ઓફિસમાં ઘણા ઓછા લોકો હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં તનાવનું વાતાવરણ છે. કેટલાક વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માનવામાં આવે છે કે આ ઘટના પાછળ કથિત જમીન વિવાદનું કારણ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.