મહુવા/ સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ, વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજ ઓછું અપાયું, કેમ ?

નેસવડ કન્યાશાળામાં 15માં તબ્બકાના અનાજનું ગઈકાલે વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓને અનાજ ઓછું આપતા હોવાનું સામે આવ્યું હતુ.

Top Stories Gujarat Others
Untitled 9 સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ, વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજ ઓછું અપાયું, કેમ ?

સરકાર તરફથી ગરીબ અને જરૂરિયાતમંદોને આપવામાં આવતી સહાયમાં હમેશા ત્રુટિ જોવા મળી છે. વચેટિયા બાબુઓની નજર  હમેશા આવી સહાય ઉપર રહેતી હોય છે. હવે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનામાં આપવામાં આવતા અનાજ ઉપર પણ આવા વચેટિયા બાબુઓની દાનત બગડી હોય તેમ લાગે છે.  મહુવાના નેસવડની કન્યાશાળામાં સરકારી યોજનામાં આપવામાં આવતા અનાજ કરતા ઓછું અનાજ અપાઈ રહ્યા હોવાનુ સામે આવ્યું. નેસવડ કન્યાશાળામાં 15માં તબ્બકાના અનાજનું ગઈકાલે વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓને અનાજ ઓછું આપતા હોવાનું સામે આવ્યું હતુ. જાગૃત નાગરિક દ્વારા તપાસ કરવામાં આવતા એક વિદ્યાર્થી દીઠ અનાજ 100થી 150 ગ્રામ ઓછું આવતું હોવાનું સામે આવ્યું હતું.

મહુવા તાલુકાની નેસવડ કન્યાશાળામાં સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને અનાજ ઓછું આપવામાં આવતું હોવાનું સામે આવ્યુ.
સરકારી શાળાઓ માં કોરોના સમયમાં વિદ્યાર્થીઓ સરકારની યોજના અંતર્ગત અનાજનું વિતરણ કરવામાં આવે છે. નેસવડ કન્યાશાળામાં 15માં તબ્બકાના અનાજનું ગઈકાલે વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં વિદ્યાર્થી દીઠ  100 થી 150 ગ્રામ અનાજ ઓછું આપવામાં આવ્યું હતું.

જોકે આ અંગે વ્યવસ્થાપક નો સંપર્ક કરતાં જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીઓને આપવાનું આપવામાં આવતા અનાજ વજન કાંટાની વ્યવસ્થા ન હોવાના કારણે ઓછું આવ્યું હતું. પાલીથી ભરીને આપવામાં આવતો હોવાથી જે વિદ્યાર્થીઓને અનાજ ઓછું આવ્યું છે. જે વિદ્યાર્થીઓને અનાજઓછું આવ્યુ છે તે વિદ્યાર્થીઓને અનાજ પુરુ કરી આપવામાં આવશે તેમ સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત / યુવા મોડેલ એસેમ્બલીનો પ્રયોગ : વિધાર્થીઓ બન્યા CM અને ધારાસભ્ય