સહાય/ સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ 

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને તેમજ ડૉક્ટરોને જોઈતી સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT)અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) હાલોલ દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા અને તાજપુરા ખાતે કોવિડ કેર સેન્ટર માટે વિવિધ મેડિકલ સાધનસામગ્રી અને ઉપકરણોની સહાય કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 30 મલ્ટી પેરા […]

Gujarat
sahay tharad 5 સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ 

મોહસીન દાલ, પંચમહાલ@ મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને તેમજ ડૉક્ટરોને જોઈતી સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT)અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) હાલોલ દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા અને તાજપુરા ખાતે કોવિડ કેર સેન્ટર માટે વિવિધ મેડિકલ સાધનસામગ્રી અને ઉપકરણોની સહાય કરવામાં આવી હતી.

sahay tharad 1 સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ 

ટ્રસ્ટ દ્વારા 30 મલ્ટી પેરા મોનીટર , 01 ડીફ્રેરેબિલેટર, 04 બાયોમેડીકલ વેસ્ટ બીન્સ, 04 ક્રેશ કાર્ટ, 1000 IV સેટ, N 95 માસ્ક-2100, થ્રી લેયર સર્જીકલ માસ્ક-7500, યુરો બેગ-500, પીપીઈ કીટ-1200, હેન્ડ સેનિટાઈઝર, ડિસઇન્ફેકટન્ટની સહાય આપવામાં આવી છે.

sahay tharad 2 સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ 

કંપની દ્વારા સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે ગોધરા કલેકટર અમિત અરોરા અને હાલોલના પ્રાંત અધિકારી એ.કે.ગૌતમના માર્ગદર્શન હેડળ દર્દીઓને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે આયોજન અને કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરાદ PHCમાં આવતા દરેક ગામને આયુર્વેદીક ઉકાળોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

sahay tharad 4 સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ 

જેથી તેમની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તેમજ આજુબાજુના 20 ગામોમાં રસીકરણ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આજુબાજુના ગામોને સેનિટાઈઝ કરવા માટે બેટરી વાળા પંપ, માસ્ક, ડિસઇન્ફેકટન્ટ ,સેનિટાઇઝર, થર્મલ ગન અને ઓકિસીમીટર વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

majboor str 5 સિવિલ હોસ્પિટલ ગોધરા-તાજપુરા કોવિડ સેન્ટર તેમજ અરાદ PHC ખાતે ટ્રસ્ટ દ્વારા મેડિકલ સામગ્રીનું વિતરણ