ગુજરાત/ સુરેન્દ્રનગર ખાતે લોકરક્ષકની તાલીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓનું જિલ્લા પોલીસવડા દ્વારા કરાયું સમ્માન

89 પુરૂષ અને 56 મહિલા સહીત કુલ 145 તાલીમાર્થીઓએ તાલીમ પૂર્ણ કરતા અલગ અલગ પોલીસ મથકે નિમણુંક અપાઇ

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર-વર્ષ 2019-20 માં લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં ઉતીર્ણ થયેલા 145 ઉમેદવારોને સુરેન્દ્રનગર ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીનાં કારણે તેમની તાલીમ બાકી હતી ત્યારે તારીખ 21-09-2020 નાં રોજ સુરેન્દ્રનગર ખાતે તાલીમ શરૂ કરવામાં આવી હતી.

સાસરિયાઓનો ત્રાસ: આણંદઃ મહિલા ઉપર અત્યાચારની ઘટના બનતા પોલીસ ફરિયાદ દાખલ

જેમાં જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાનાં માર્ગદર્શન હેઠળ તાલીમ અધિકારી પી.કે.પટેલ, પી.એચ.જાડેજા દ્વારા પાયાની તાલીમ આપવામાં આવી હતી. અને તાલીમ દરમિયાન વિવિધ પરિક્ષાઓ તથા ફાયરીંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તાલીમાર્થીઓને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાનાં હસ્તે શિલ્ડ તથા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરાયા હતા. અને નવનિયુક્ત પોલીસ જવાનોને લગન, મહેનત, નિષ્ઠા અને ધૈર્ય પૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા અલગ અલગ પોલીસ મથકો માં 145 પોલીસ જવાનોની નિમણૂંક આપવામાં આવી હતી.