Lifestyle News/ શું તમને પણ પથારીમાં બેસીને જમવાની આદત છે? પણ વડીલો આમ કરવાની કેમ ના પાડતા હતા તેનું કારણ આજે જાણી લો

“શું તમે પણ ટીવી જોતા-જોતા પથારીમાં જમવાના (Meal) શોખીન છો? સાવધાન! આ આદત તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. નિષ્ણાતોના મતે, બેડ પર જમવાથી પાચનતંત્ર બગડે છે, વજન વધે છે (ઓવર ઈટિંગ) અને અનિદ્રા જેવી સમસ્યાઓ થાય છે. ઉપરાંત, ગાદલામાં પડતા ખોરાકના કણો બેક્ટેરિયા અને એલર્જીને નોતરે છે. સ્વસ્થ રહેવા માટે આજે જ આ આદત છોડો.”

Lifestyle Food Health & Fitness
Meal

Health News:આપણા ઘરમાં દાદા-દાદી કે વડીલો હંમેશા ટોકતા હતા કે, “પથારીમાં બેસીને અન્ન (Meal) ન લેવાય” અથવા “પથારીમાં જમવાથી લક્ષ્મી નારાજ થાય.” આપણે ઘણીવાર આને અંધશ્રદ્ધા માનીને અવગણતા હતા. પરંતુ આજની મોર્ડન લાઈફસ્ટાઈલમાં જ્યારે લોકો ‘નેટફ્લિક્સ એન્ડ ચિલ’ (Netflix & Chill) કરતા-કરતા બેડ પર જમવાનું પસંદ કરે છે, ત્યારે વિજ્ઞાન હવે વડીલોની વાત સાચી પાડી રહ્યું છે.

પથારીમાં બેસીને મોબાઈલ કે લેપટોપ જોતા-જોતા જમવું તમને આરામદાયક લાગી શકે છે, પણ તે ધીમે-ધીમે તમારા શરીરને બીમારીઓનું ઘર બનાવી રહ્યું છે. ચાલો જાણીએ તેના 5 મોટા નુકસાન.

પથારીમાં બેસીને ભોજન (Meal) કરવાથી થતાં નુકસાન :

Meal

1.પાચનતંત્ર પર સીધી અસર (Digestion Issues)

પથારીમાં બેસીને જમતી વખતે આપણી બેસવાની પોઝિશન (Posture) યોગ્ય નથી હોતી.

નુકસાન: મોટાભાગે લોકો બેડ પર અડધા સૂતા કે વાંકા વળીને જમે છે. આનાથી પેટ પર દબાણ આવે છે અને પાચન રસો યોગ્ય રીતે કામ કરી શકતા નથી. પરિણામે અપચો, ગેસ, પેટ ફૂલવું અને એસિડ રિફ્લક્સ (GERD) જેવી સમસ્યાઓ થાય છે.

Meal

2.વજન વધવાનું જોખમ (Overeating)

બેડ પર જમતી વખતે મોટાભાગે લોકોનું ધ્યાન ટીવી કે મોબાઈલ સ્ક્રીન પર હોય છે.

નુકસાન: જ્યારે તમારું મગજ સ્ક્રીનમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેને ‘પેટ ભરાઈ ગયું છે’ તેવો સંકેત મળતો નથી. આને કારણે લોકો જરૂર કરતા વધારે ખાઈ લે છે (Overeating). આ આદત લાંબા ગાળે મેદસ્વીતા (Obesity) નોતરે છે.

Meal

3.ઊંઘમાં ખલેલ (Sleep Disturbance)

બેડરૂમ અને પલંગનો મુખ્ય હેતુ આરામ અને ઊંઘનો છે.

નુકસાન: જ્યારે તમે પલંગ પર જમવા (Meal) કે કામ કરવા લાગો છો, ત્યારે મગજ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ જગ્યા આરામ માટે છે કે પ્રવૃત્તિ માટે? આનાથી અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત, જમ્યા પછી તરત જ ત્યાં સૂઈ જવાથી હાર્ટબર્ન થાય છે અને ગાઢ ઊંઘ આવતી નથી.

Meal

4.હાઈજીન અને ઈન્ફેક્શન (Hygiene Issues)

પથારીમાં જમવાથી (Meal) ચાદર અને ગાદલા પર ખોરાકના નાના કણ પડે છે, જે ઘણીવાર નરી આંખે દેખાતા નથી.

નુકસાન: આ ખોરાકના કણ કીડીઓ, વંદા અને બેક્ટેરિયાને આમંત્રણ આપે છે. ગાદલામાં ફંગસ થઈ શકે છે, જે ત્વચાની એલર્જી અને અસ્થમા જેવી શ્વસન સમસ્યાઓનું કારણ બની શકે છે.

Meal

5.દાંતની સમસ્યાઓ (Dental Health)

આળસ એ આ આદતનું મુખ્ય કારણ છે.

નુકસાન: જે લોકો પથારીમાં જમે (Meal) છે, તેઓ ઘણીવાર જમ્યા (Meal) પછી ઊભા થઈને કોગળા કરવાનું કે બ્રશ કરવાનું ટાળે છે અને ત્યાં જ સૂઈ જાય છે. આનાથી મોંમાંથી દુર્ગંધ આવે છે અને દાંતમાં સડો થવાની શક્યતા વધી જાય છે.

Meal

ઉકેલ શું છે?

જમવા (Meal) માટે હંમેશા ડાઈનિંગ ટેબલનો ઉપયોગ કરો અથવા ભારતીય પરંપરા મુજબ જમીન પર પલાઠી વાળીને જમો. (Meal) જમતી વખતે મોબાઈલ-ટીવી બંધ રાખો અને ભોજન પર ધ્યાન આપો. જમ્યા પછી 100 ડગલાં ચાલવાનું રાખો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાળ ખરવાથી પરેશાન છો? મોંઘા તેલ ભૂલી જાઓ, ઘરે જ બનાવો આયુર્વેદિક તલનું તેલ

આ પણ વાંચો : મોંઘીદાટ ક્રીમ અને લોશન પણ જે કામ નથી કરતા, તે આ 5 કુદરતી તેલ કરશે: શિયાળામાં ડ્રાય સ્કિનને કહો બાય-બાય

આ પણ વાંચો: શિયાળામાં નાળિયેર પાણી પીવાય કે નહીં? 90% લોકો અજાણતા કરે છે આ ભૂલ, જાણો શું કહે છે આયુર્વેદ અને સાયન્સ