Not Set/ ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય

આવનાર વિક્રમ સંવત ૨૦૭૮ માં આકસ્મિક લાભ ક્યારે મળે?

Religious Trending Dharma & Bhakti
4496732A FCAE 450C 9FFA F10348DEA0AA ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તે આકસ્મિક લાભ થયો તેમ કહેવાય
આવનાર વિક્રમ સંવત ૨૦૭૮ માં આકસ્મિક લાભ ક્યારે મળે?
માનવી કર્મ કરે અને તેનું ફળ પ્રાપ્ત થાય તે શ્રમનું ફળ મળ્યું ગણાય. ઘણી વખત કર્મ કર્યા સિવાય લાભ પ્રાપ્ત થાય તો તેઆકસ્મિક લાભ થયો તેમ કહેવાય.
આકસ્મિક લાભ ક્યારે મળે?
જન્મ કુંડળીમાં અગિયારમુ સ્થાને લાભ સ્થાન છે પાંચમું સ્થાનેગત જન્મનું સ્થાન છે જ્યારે નવમું સ્થાન ભાગ્યભુવન છેબીજા સ્થાને ધનસ્થાન કહેવાય. કુંડળીમાં ધનેશ ,ભાગ્યેશ,પંચમેશ કે લાભેશની દશા અંતરદશા આવતી હો તો માનવીનેધનલાભ પ્રાપ્ત થયો હોય છે. ઘણી વખત વારસાઈ લાભના યોગોપણ કુંડળીમાં બનતા હોય છે
વારસાઈ લાભો ક્યારે પ્રાપ્ત થાય ?
જન્મ કુંડળીમાં આઠમા સ્થાને ગુડ સ્થાન છે. આઠમા સ્થાનેઅષ્ટમેશ કહે છે. અષ્ટમેશ તથા કારક જો બળવાન હોય તોમાનવી વારસાઈ લાભ મેળવવામાં  નસીબદાર બને છે. અષ્ટમેશસાથે ભાગ્યેશ પણ બળવાન હોવો જરૂરી છે.
વારસાઈ લાભના યોગો  :-
આઠમા સ્થાન ઉપર ધનેશ, ભાગ્યેશ, પંચમેશની દ્રષ્ટિ હોય.
સાતમા તથા આઠમા સ્થાનમાં શુભ ગ્રહો રહેલાં હોય.
ભાવ એક, ભાવ બે, ભાવ ત્રણમાં શુભ ગ્રહો રહેલાં હોય.
અષ્ટમેશ, લાભેશનો પરિવર્તન યોગ હોય.
આઠમા સ્થાનનો કારક કુંડળીમાં, વર્ગ કુંડળીમાં બળવાન બનતોહોય.
વારસો એટલે ધન ધન….ધન માટે ગુરુ ગ્રહનો પણ વિચારકરવો પડે.
કુંડળીમાં ગુરુ બળવાન હોવો જરૂરી છે.
અષ્ટમેશ બળવાન બનીને લાભ સ્થાનમાં હોય તો માનવીનેવારસાથી કે અન્ય આકસ્મિક ધનલાભ થવાના યોગ બને છે.