IPL 2021/ શું તમે જાણો છો IPL માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓ વિશે?

ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે IPL જલ્દી જ શરૂ થવાની છે. જણાવી દઇએ કે, આઈપીએલ 14 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે, જેને માત્ર થોડા દિવસો બાકી છે.

Sports
IPL

ક્રિકેટનો મહાસંગ્રામ એટલે કે IPL જલ્દી જ શરૂ થવાની છે. જણાવી દઇએ કે, આઈપીએલ 14 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે, જેને માત્ર થોડા દિવસો બાકી છે. દરમિયાન, તમામ ટીમોએ યુએઈની યાત્રા શરૂ કરી દીધી છે. કેટલીક ટીમો યુએઈ પહોંચી ગઈ છે, જ્યારે કેટલીક ટીમો ટૂંક સમયમાં રવાના થવાની યોજના બનાવી રહી છે.

1 314 શું તમે જાણો છો IPL માં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થયેલા ખેલાડીઓ વિશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સીરીઝ બાદ ભારતીય અને અન્ય વિદેશી ખેલાડીઓ પણ ખાસ વિમાન દ્વારા યુએઈ પહોંચશે. દરમિયાન, ધીરે ધીરે આઈપીએલને લઇને ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો આઈપીએલ મેચ જોવા માટે ખૂબ જ આતુર છે. દરમિયાન, આજે અમે તમને IPL નાં કેટલાક રસપ્રદ તથ્યો જણાવીશું, જે કદાચ તમે નહીં જાણતા હોવ.

હરભજન સિંહ

હરભજન સિંહ

આ પણ વાંચો – IND vs ENG / લીડ્સ ટેસ્ટ મેચમાં હાર બાદ રવિન્દ્ર જાડેજા થયો Hospitalised, જાણો શું છે કારણ

IPL માં સૌથી વધુ શૂન્ય માટે ખેલાડીઓ આઉટ થવાની વાત કરીએ તો આ યાદીમાં પ્રથમ નામ હરભજન સિંહનું આવે છે. તેઓ અત્યાર સુધી આઈપીએલ રમી રહ્યા છે, તે બીજી બાબત છે કે તેમને હવે તમામ મેચ રમવાની તક મળી રહી નથી. આ સિઝનમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆર તરફથી રમશે. આ પહેલા હરભજન સિંહ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ચેમ્પિયન ટીમો સાથે આઈપીએલ પણ રમી ચૂક્યો છે. અત્યાર સુધી હરભજન સિંહે 163 મેચ રમી છે.

પાર્થિવ પટેલ

પાર્થિવ પટેલ

આ યાદીમાં બીજું નામ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલનું છે. તે 13 વખત શૂન્ય પર આઉટ થયો છે, પરંતુ તેણે 139 મેચ રમી છે, વધુ મેચ રમવાના કારણે હરભજન સિંહનું નામ ટોચ પર છે. પાર્થિવ પટેલ ચેન્નઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, કોચી ટસ્કર્સ, મુંબઈ ઈન્ડિયન્સ, આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમો માટે આઈપીએલ રમી ચૂક્યો છે.

અજિંક્ય રહાણે

રહાણે

અજિંક્ય રહાણે આ યાદીમાં ત્રીજું નામ છે, તે પણ અત્યાર સુધી 13 વખત શૂન્ય પર આઉટ થયો છે. રહાણેએ અત્યાર સુધીમાં 151 મેચ રમી છે અને હજુ પણ તે રમી રહ્યો છે. અજિંક્ય રહાણે દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે, પરંતુ તે પહેલા તે મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે પણ રમી ચૂક્યો છે.

અંબાતી રાયડુ

રાયડુ

આ યાદીમાં ચોથું નામ અંબાતી રાયડુનું છે. તે 13 વખત શૂન્ય પર આઉટ થયો છે. અંબાતી રાયડુ IPL માં અત્યાર સુધીમાં 166 મેચ રમી ચૂક્યો છે, અને ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ચેમ્પિયન ટીમોનો મહત્વનો સભ્ય રહ્યો છે. તે આ વખતે પણ IPL માં રમતો જોવા મળશે.

રોહિત શર્મા

રોહિત શર્મા

આ પણ વાંચો – Tokyo Paralympics / ગુજરાતી ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે જીત્યો સિલ્વર મેડલ

આ પછી, પાંચમો નંબર મુંબઈ ઇન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માનો છે. તે પણ 13 વખત શૂન્ય પર આઉટ થયો છે. રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સ તરફથી આઈપીએલ રમી છે અને હવે તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. તેણે પોતાની ટીમને રેકોર્ડ પાંચ વખત આઈપીએલનો ખિતાબ અપાવ્યો છે. તેણે IPL માં 207 મેચ રમી છે.

પિયુષ ચાવલા

પિયુષ ચાવલા

આ યાદીમાં પિયુષ ચાવલા છઠ્ઠા નંબરે છે. ચાવલા 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. પિયુષ ચાવલાએ 164 મેચ રમી છે અને ચેન્નાઈ સુપર કિંગ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આઈપીએલ રમી છે. આ વખતે તે KKR તરફથી રમી રહ્યો છે.

મનદીપ સિંહ

મનદીપ

આ પછી મનદીપ સિંહનો નંબર આવે છે. તે 12 વખત IPL માં શૂન્ય પર આઉટ થયો છે. મનદીપ સિંહ કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકાતા નાઇટ રાઇડર્સ, આરસીબીનો સભ્ય રહી ચૂક્યો છે.

મનીષ પાંડે

મનીષ પાંડે

આ યાદીમાં મનીષ પાંડેનું નામ પણ સામેલ છે. તે 12 વખત IPL માં શૂન્ય પર આઉટ થયો છે. મનીષ પાંડે હાલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે, પરંતુ તે પહેલા તે કેકેઆર, મુંબઇ ઇન્ડિયન્સ, પુણે વોરિયર્સ, આરસીબી તરફથી પણ રમી ચૂક્યો છે.

ગૌતમ ગંભીર

ગંભીર

આ પણ વાંચો – IND vs ENG / ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાર બાદ કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયાનો શરમજનક રેકોર્ડ

KKR ને બે વખત IPL ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ગૌતમ ગંભીર 12 વખત શૂન્ય પર આઉટ થયો છે. તેણે IPL માં 154 મેચ રમી છે. KKR સિવાય ગૌતમ ગંભીરે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી IPL પણ રમી છે.

ગ્લેન મેક્સવેલ

Maxwell

ગ્લેન મેક્સવેલ આ યાદીમાં 10 માં ક્રમે છે. તે અત્યાર સુધી 11 વખત શૂન્ય પર આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાનાં મજબૂત બેટ્સમેનોમાંથી એક મેક્સવેલે 89 આઈપીએલ મેચ રમી છે. તે અત્યાર સુધી દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમ્યો છે, હાલમાં તે આરસીબી તરફથી રમી રહ્યો છે.