Mental Health/ શું તમે જાણો છો દર્પણમાં જોવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે?

તમને સાંભળીને અજીબ લાગશે પણ આ સત્ય છે કે તમે ખુદને જ્યારે દર્પણમાં રોજ જોવો છો તો તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે. દર્પણમાં રોજ જોવાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે જ છે

Lifestyle Health & Fitness Trending

Health News: તમને સાંભળીને અજીબ લાગશે પણ આ સત્ય છે કે તમે ખુદને જ્યારે દર્પણ (Mirror)માં રોજ જોવો છો તો તમારા માનસિક સ્વાસ્થ્ય (Mental Health) માટે સારો સંકેત છે. દર્પણમાં રોજ જોવાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે જ છે પણ આ સિવાય તમારા આત્મવિશ્વાસ પર પણ અસર પડે છે. જો તમે સ્નાન કર્યા બાદ દર્પણમાં જોવો છો તો તેના ફાયદા પણ જાણી લો.

Mirror Gazing Meditation: What It Is, Benefits, and How to Do It

દર્પણમાં ખુદને જોવાના ફાયદા

દર્પણમાં ખુદને રોજ જોવાથી માનસિક તણાવ ઓછો થાય છે. સાથે માઇન્ડફુલનેસ,આત્મવિશ્વાસ , પોતાનું ઘ્યાન રાખવુ. વગેરે ઇચ્છા થાય છે. જે તમને સ્વસ્થ રાખે છે.

મેડિટેશન         

દર્પણમાં ખુદને જોવું એ એક પ્રકારની મેડિટેશન છે. જેમાં તમે ખુલ્લી આંખોથી ધ્યાન લગાવો છો. મેડિટેશનના કારણે બીજી જગ્યાએથી ઘ્યાન હટાવીને ખુદ પર ઘ્યાન આપો છો. જ્યારે તમે દર્પણમાં પોતાને જોવો છો ત્યારે અવરનેસ કે માઇન્ડફુલનેસ આવે છે. આંખો બંધ કર્યા વિના તમે તમારી લાગણીને સમજી શકો છો.

Mirror Mirror on the Wall… – Mental Health 4 Muslims

આત્મવિશ્વાસ મળે છે

જ્યારે તમારામાં આત્મવિશ્વાસની કમી હોય તો દર્પણમાં જોવાથી તમને નવી જ ઉર્જા મળે છે. અને તમે તમારી લાગણીને સમજી શકો છો. જે તમને વીતેલી વાતો ભુલાવીને વર્તમાનમાં જીવતા શીખવાડે છે.

સમસ્યાઓને દુર કરે છે

આપણે ક્યારેક પોતાની આદતોને નફરત કરીએ છે. પરંતુ જ્યારે આપણે દર્પણમાં ખુદને જોતા હોય ત્યારે સમાજના બનાવેલા નિયમોથી આપણે અલગ છે અને આપણે ખુદને પ્રેમ કરતા શીખીએ છીએ. ઘણી વખત આપણે પોતાની પ્રશંસા કરતા હોય છે જે આપણા દિમાગ પર પોઝિટિવ અસર પાડે છે.

Mirror, Mirror on the Wall: Why Do We Look Good in Mirrors But Ugly in  Pictures? | by Nimra Saeed ˎˊ˗ | Medium

પોતાના પર ધ્યાન વધારે જાય

વઘારે વર્કલોડ હોવાથી મહિલાઓ કે પુરુષો પોતાના પર ઘ્યાન આપી શકતા નથી. પરંતુ થોડો સમય દર્પણમાં જોવાથી તમને પોઝિટિવ ઉર્જા મળે છે. તમે તમારી લાગણી સાથે જોડાયેલા રહો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ લગાવ્યા બાદ પુત્રીનું થયું મૃત્યુ, સીરમ સામે કોર્ટ પહોંચ્યા માતા-પિતા

આ પણ વાંચો:માતાના મોત બાદ પિતાએ 11 વર્ષની પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

આ પણ વાંચો:ધ્રુવ રાઠી અને તેની પત્ની દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે? યુટ્યુબરે દાવા પર તોડ્યું મૌન

આ પણ વાંચો:માતા-પિતાની સંપત્તિનું વિભાજન થઈ રહ્યું છે, તો જાણો ભારતમાં શું છે નિયમો