Not Set/ જાણો છો કોને મળ્યુ હતું “હિન્દ ની ચાદર” નું બિરુદ..? અને શું હતું કારણે..?

“હિન્દ દી ચાદર” અથવા “હિન્દ ની ચાદર” કહેવાતા શિખોનાં નવમા ગુરુ, કે જે ઓ ધર્મ અને માનવતાની રક્ષા કરતી વખતે હસતાં હસતાં પોતાનો જીવ બલિદાન આપી ગયા. તેમની શહાદત દર વર્ષે શહીદ દિન તરીકે યાદકરવામાં આવે છે.

Dharma & Bhakti
guru tej bahadurji જાણો છો કોને મળ્યુ હતું "હિન્દ ની ચાદર" નું બિરુદ..? અને શું હતું કારણે..?

“હિન્દ દી ચાદર” અથવા “હિન્દ ની ચાદર” કહેવાતા શિખોનાં નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરે ધર્મ અને માનવતાની રક્ષા કરતી વખતે હસતાં હસતાં પોતાનો જીવ બલિદાન આપી ગયા. તેમની શહાદત દર વર્ષે શહીદ દિન તરીકે યાદકરવામાં આવે છે. તેમણે શ્રદ્ધા, વિશ્વાસ અને અધિકારોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હોવાથી તેમને આદર સાથે હિન્દ દી ચાદર કહેવામાં આવે છે. શ્રી ગુરુ તેગ બહાદુર જી સાહબનું સ્થાન વિશ્વના ઇતિહાસમાં અનોખું અને અમર રીતે કંડારાયેલું છે. 

Who is Guru Tegh Bahadur? | Who Is News,The Indian Express

શ્રી ગુરુજીએ હંમેશાં આ સંદેશ આપ્યો હતો કે, કોઈ પણ માણસે ડરાવું કે ડરાવવું નહીં. બીજાનાં રક્ષણ કાજે તેણે પોતાનો જીવનું બલિદાન આપ્યો. એવું માનવામાં આવે છે કે, શ્રી ગુરુ તેગ બહાદુર જીની શહાદત એ વિશ્વમાં માનવાધિકાર માટે પ્રથમ શહાદત હતી.

UP Govt Announces State Holiday on 340th Martyrdom Anniversary of Guru Teg  Bahadur | Sikh24.com

ગુરુજી જ્યાં પણ ગયા ત્યાં લોકો માટે સમુદાયના રસોડા અને કુવાઓ સ્થાપ્યા. શ્રી ગુરુ તેગ બહાદુર જી ધીરજ, શાંતિ અને બલિદાનની મૂર્તિ હતા. સતત 20 વર્ષ સુધી લોકો વચ્ચે રહ્યા અને આ અભિયાન ચાલુ રાખ્યું.  ધર્મના પ્રસાર માટે તેમણે અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. અંધશ્રદ્ધાઓની ટીકા કરી અને સમાજમાં નવા આદર્શો સ્થાપિત કર્યા.

Guru 2 - Helios Dermatology 702-448-skin

શ્રી ગુરુ તેગ બહાદુરની શહાદત પછી, તેમના પુત્ર ગુરુ ગોવિંદ રાય ગુરુની ગાદી પર બેઠા હતા, જેને દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ જી કહેવામાં આવતા હતા. ગુરુ તેગ બહાદુરજી ને વેદો, પુરાણો અને ઉપનિષદનું જ્ઞાન પણ હતું. તેમના દ્વારા રચિત 115 શ્લોકો શ્રીગુરુ ગ્રંથ સાહિબમાં શામેલ છે. દિલ્હીમાં શ્રી ગુરુ તેગ બહાદુર જી ની યાદમાં શહીદ સ્થળે ગુરુદ્વારા બનાવવામાં પણ આવી છે. 

આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને અસ્થાયી માન્યતાઓ પર આધારિત છે, જે ફક્ત સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…