ઉનાળો શરૂ થાય એટલે ઠંડુ ખાવાનું મન વધારે થાય છે. તેમા પણ જો આઇસ્ક્રીમ સામે આવી જાય ત્યારે તમે પોતાને રોકી શકતા નથી. ખાસ કરીને ઉનાળામાં આઇસ્ક્રીમ ખાવાનું મન દરેકને થાય છે. આઇસક્રીમ ઠંડો છે. હોજરીમાં ગયા પછી પીગળીને પ્રવાહી થઈ જાય છે. છતાંય આપણી તરસ છિપાતી નથી. આઇસક્રીમ ખાધા પછી તરત જ વધુ તરસ લાગે છે. આ વિરોધાભાસ જેવું લાગે પણ તેનું કારણ જાણો છો, કે કેમ આવુ થતુ હોય છે.

આપણા શરીરમાં 70 ટકા પાણી છે. પાણી જ લોહીને ફરતું રાખે છે શરીરમાં પાણી ઘટે એટલે તરસ લાગે અને શરીરમાં પાણીનું બેલેન્સ જળવાય. આપને જણાવી દઇએ કે, આઇસક્રીમમાં ભરપૂર ખાંડ હોય છે. વળી અતિશય ઠંડો આઇસક્રીમ પેટમાં ગયા પછી થોડીવાર માટે હોજરીની દીવાલોને બહેરી બનાવી દે છે. અચાનક આવી પડેલો ઠંડો આઇસક્રીમ હોજરીનું આ કામ અટકાવી છે. એટલે થોડીવાર માટે પાણીનું શોષણ અટકે અને શરીરમાં પાણીની ઘટ પડે અને તરસ લાગે. પાણી પીધા પછી આઇસક્રીમનું પાચન શરૂ થાય. આમ તરસ છિપાવવા માટે આઇસક્રીમ કે ઠંડાં પીણાંને બદલે પાણી જ ઉત્તમ ઉપાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
