Viral Video/ ફિલ્મ રાધેનાં ગીત ‘સીટી માર’ પર ડોક્ટર્સે કર્યો મસ્ત ડાંસ, જુઓ વીડિયો

દેશભરમાંથી કોરોના વાયરસની આશ્ચર્યજનક તસવીરો સામે આવી રહી છે. કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી અને બીજી જગ્યાએ સ્મશાનગૃહની બહાર લાંબી કતારો છે.આ વચ્ચે આપણા આરોગ્યકર્મીઓ તેમની ક્ષમતા કરતા વધારે કામ કરી રહ્યા છે.

Videos
petrol 13 ફિલ્મ રાધેનાં ગીત 'સીટી માર' પર ડોક્ટર્સે કર્યો મસ્ત ડાંસ, જુઓ વીડિયો

દેશભરમાંથી કોરોના વાયરસની આશ્ચર્યજનક તસવીરો સામે આવી રહી છે. કેટલીક હોસ્પિટલોમાં બેડ્સ નથી અને બીજી જગ્યાએ સ્મશાનગૃહની બહાર લાંબી કતારો છે.આ વચ્ચે આપણા આરોગ્યકર્મીઓ તેમની ક્ષમતા કરતા વધારે કામ કરી રહ્યા છે.

ગુજરાત / પાટડી સરકારી તંત્ર દ્વારા ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાંથી અગરિયાઓને સલામત રીતે ખસેડી રણ ખાલી કરાવ્યું

દરમિયાન, એવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં આરોગ્ય કર્મચારીઓ દર્દીઓને સારુ લાગે તે માટે નાચતા અને ગાતા જોવા મળ્યા છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક ડોકટરો સલમાન ખાનની નવી ફિલ્મ રાધેનું ‘સીટી માર’ ગીત પર નાચતા નજરે પડે છે. ફિલ્મની હિરોઇન દિશા પાટનીએ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. દિશા પાટનીની ફેન ક્લબ દ્વારા ડોકટરોની ટૂંકી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં, ડોકટરોએ એક હોસ્પિટલનાં કોરિડોરમાં ‘સીટી માર’ ગીત પર ડાન્સ કર્યો છે. તમામ ડોકટરોએ માસ્ક સાથે સીટી માર ગીત પર ઉત્સાહભેર ડાંસ કર્યો છે. દિશા પાટનીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વીડિયો શેર કરી અને કહ્યું, “વાહ! આપણા વાસ્તવિક હીરો. વીડિયો વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં દિલ બનાવીને પોતાનો પ્રેમ દર્શાવ્યો. કમલ ખાન અને યુલિયા વંતૂરે ‘સીટી માર’ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. રોકસ્ટાર ડીએસપી (દેવી શ્રી પ્રસાદ) એ ગીતને કંમ્પોઝ કરેલ છે.

Instagram will load in the frontend.

ગુજરાત / તૌકતે વાવાઝોડાને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ

ઉલ્લેખનીય છે કે, કોરોનાનો કહેર સમગ્ર દેશમાં આજે પણ યથાવત છે, જોકે મહામારીની ગતિ થોડી ઓછી થઈ છે. રવિવારે જાહેર થયેલા આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,11,170 નવા કેસ નોંધાયા છે અને 4,077 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 2,46,84,077 થઈ ગઈ છે અને કુલ મૃત્યુઆંક 2,70,284 પર પહોંચી ગયો છે. હાલમાં ભારતમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા, 36,18,458 છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 3,62,437 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ત્યારબાદ ડિસ્ચાર્જ થયેલા લોકોની કુલ સંખ્યા હવે 2,07,95,335 પર પહોંચી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં, 17,33,232 લોકોને કોરાના રસી આપવામાં આવી છે, જે પછી દેશમાં રસીકરણનો આંકડો 18,22,20,164 પર પહોંચી ગયો છે.

s 3 0 00 00 00 2 ફિલ્મ રાધેનાં ગીત 'સીટી માર' પર ડોક્ટર્સે કર્યો મસ્ત ડાંસ, જુઓ વીડિયો