Bharuch news/ ભરૂચમાં ડોક્ટરની મોટી બેદરકારી : દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારજનોનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી

Top Stories Gujarat
Beginners guide to 2024 12 13T194047.116 ભરૂચમાં ડોક્ટરની મોટી બેદરકારી : દાઢના ઓપરેશન બાદ મહિલાનું મોત, પરિવારજનોનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

Bharuch News : ભરૂચમાં દાઢની સારવાર કરાવવા ગયેલી મહિલાનું મોત નીપજતા હોબાળો મચ્યો છે. તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચની ડેન્ટલ હોસ્પિટલમાં 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.ત્યારે પોલીસે આ મામલે પોલીસે પેનલ પી.એમ.નો સહારો લઈ તપાસ શરૂ કરી છે.ભરૂચની સાધના વિદ્યાલય પાછળ આવેલ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઈરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમબેન પટેલને દાંતનો દુઃ ખાવો થતાં તેઓ દ્વારા તેમને તબીબી પરીક્ષણ માટે શહેરની સુકૃતિ ડેન્ટલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિહાન સુખડિયા પાસે લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં તબીબે તેઓને દવા આપી હતી. પરંતુ પુનઃ દાંતમાં દુઃખાવો થતા તેઓ તેમને તબીબ પાસે લઈ ગયા હતા. ત્યારે તબીબે તેમની દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું.આ અંગે પરિવારજનોના આક્ષેપ અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયા બાદ મહિલાની હાલત ખરાબ થઈ હતી. આથી ડોક્ટર દ્વારા તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા કહેવામાં આવ્યું હતું. આથી તેમને ભરૂચની આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં તેઓનું મોત નીપજ્યું હતું.આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો જીવ ગયો છે.

પરિવારજનો દ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે આ મામલે પેનલ પીએમનો સહારો લઈ તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ અંગે ડોક્ટર વિહાંગ સુખડિયાનો સંપર્ક કરાતા તેઓએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતના વરેલીમાં પરણિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો

આ પણ વાંચો: સુરત પોલીસની સફળ કામગીરી, મહિલાને આપઘાતના પ્રયાસથી બચાવી

આ પણ વાંચો: સુરતમાં બેન્ક મેનેજરનો ગળાફાંસો ખાઈને આપઘાત