youth/ DMF ગાંધીનગર દ્વારા બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે બનાવેલી ડોક્યુમેન્ટરી રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએ જશે

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ મોડેલ યુનિટ ગાંધીનગરની કચેરી દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડી.એમ.એફ.  છોટાઉદેપુર ખાતે વર્ષ 2019 20 અને વર્ષ 2020-21 દરમિયાન ફાળવેલ

Gujarat
1

સુલેમાન ખત્રી, છોટાઉદેપુર@મંતવ્ય ન્યૂઝ

ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ મોડેલ યુનિટ ગાંધીનગરની કચેરી દ્વારા પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડી.એમ.એફ.  છોટાઉદેપુર ખાતે વર્ષ 2019 20 અને વર્ષ 2020-21 દરમિયાન ફાળવેલ ગ્રાન્ટમાંથી ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલી મુકામે ગણિત વિજ્ઞાન એક્ટિવિટી રૂમ અને ઈન્ટિગ્રેટેડ. રીડિંગ એન્ડ લર્નિંગ સેન્ટર આપવામાં આવેલ છે .જેના ભાગરૂપે ગાંધીનગર કચેરી દ્વારા નિમાયેલી ટીમ સ્વાંગ કમ્યુનિકેશન એજન્સી દ્વારા શોર્ટ ફિલ્મ આ પ્રોજેકટ સંદર્ભે બનાવવામાં આવી હતી.

1

બજેટ સત્ર / રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીનું સંસદમાં સંબોધન – વિપરીત કાળમાં પણ દેશ પોતાનો રસ્તો પ્રસસ્ત કર્યો

જેમાં જિલ્લા વહિવટી તંત્રની ટીમ માં કુશલ પટેલ અને મોઈન બલોચ ના માર્ગદર્શન હેઠળ આ ફિલ્મ બનાવવામાં આવી .જિલ્લા વહિવટી તંત્રની આ પ્રોજેક્ટ દ્વારા શાળાના તથા બોડેલીના યુવાનોમાં વાંચન અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે શાળા તરફથી પણ પ્રયત્નો કરવામાં આવે છે યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વાંચનનો શોખ જાગે અને ભવિષ્યમાં છોટાઉદેપુર જિલ્લામાંથીજ આઇ.એ.એસ, આઇ.પી.એસ અધિકારીઓ મળી રહે, શાળામાંથી જ તેમજ બોડેલી ગામના યુવાનો આ લાઈબ્રેરી લેબોરેટરીનો ઉપયોગ કરે અને રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપે તેવા પ્રયત્નો શાળા દ્વારા પણ કરવામાં આવે છે.

Twitter / ટ્વિટરે ભારત સરકારને આપ્યો જવાબ, કહ્યું – અમે બંધ કર્યા 500 વિવાદિત એકાઉન્ટ

અહી બનાવાયેલી ડોક્યુમેન્ટરીને રાજ્યકક્ષા માંથી રાષ્ટ્રકક્ષાએ લઇ જવાશે રાજ્યકક્ષા તરફથી આવેલ ટીમ એ શાળાના આચાર્ય ,. યુ વાય ટપલા તથા શાળા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ખરેખર સરકારી યોજનાઓનો સારી રીતે અમલ થાય છે તેના નિરીક્ષણ સાથે ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ બનાવાઇ હતી અને શાળા પણ તે માટે પ્રયત્નશીલ છે તેઓ સંતોષ વ્યક્ત કર્યો હતો.

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…