Not Set/ શું ખરેખર 5G ટાવરનાં ટેસ્ટિંગથી ફેલાય છે કોરોના? જાણો શું કહે છે WHO

સમગ્ર વિશ્વમાં આજે પણ કોરોનાનો કેર યથાવત છે. ખાસ કરીને ભારતમાં કોરોનાની બીજી લહેર લોકોનાં જીવન ખૂબ પ્રભાવિત કર્યુ છે. હોસ્પિટલોમાં રોજ લોકો મોતની જંગ લડી રહ્યા છે.

Top Stories Trending
123 57 શું ખરેખર 5G ટાવરનાં ટેસ્ટિંગથી ફેલાય છે કોરોના? જાણો શું કહે છે WHO

સમગ્ર વિશ્વમાં આજે પણ કોરોનાનો કેર યથાવત છે. ખાસ કરીને ભારતમાં કોરોનાની બીજી લહેર લોકોનાં જીવન ખૂબ પ્રભાવિત કર્યુ છે. હોસ્પિટલોમાં રોજ લોકો મોતની જંગ લડી રહ્યા છે. આવા કપરા સમયે સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ સામે આવી રહી છે. અફવાઓ અને કોરોના મહામારી અંગેનાં ફેક સમાચારો ઝડપથી ફેલાઇ રહ્યા છે. ત્યારે 5G ટેસ્ટિંગ ટાવર્સને લઇને પણ ઘણી બાબતો સોશિયલ મીડિયામાં ફેલાઇ રહી છે. તે કેટલી સાચી અને કેટલી ખોટી આવો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ / બિલ ગેટ્સે 27 વર્ષ જુના પોતાના લગ્ન જીવનનો અંત લાવવાનો લીધો નિર્ણય

સોશિયલ મીડિયાથી લઈને અફવાઓ અને ફેક સમાચારોનું બજાર ગરમ છે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને લોકોમાં અફવા છે અને તે છે કે કોરોના વાયરસ સંક્રમણ 5G ટેસ્ટિંગ ટાવરનું પરિણામ છે. એટલે કે, 5G ટાવરનાં પરીક્ષણને લીધે, કોરોના વાયરસ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ દાવાની તપાસ પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે કરી છે અને તપાસમાં આ દાવો નકલી સાબિત થયો છે. જણાવી દઇએ કે, દેશમાં આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે, જેમાં કોરોના માટે 5-જી ટેક્નોલોજીનાં પરીક્ષણને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 જી ટાવર્સનાં પરીક્ષણમાંથી નીકળેલા રેડિયેશન હવામાં ઝેર ઉત્પન્ન કરે છે, તેથી લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. વળી, વાયરલ પોસ્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ રેડિયેશનનાં કારણે ઘરમાં બધે જ કરંટ આવે છે. પોસ્ટમાં એવું સૂચન કરવામાં આવી રહ્યું છે કે જો આ ટાવર્સનાં પરીક્ષણ પર પ્રતિબંધ મુકવામાં આવશે તો બધું બરાબર થઈ જશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સંબંધિત તથ્યો અને મૂંઝવણો અંગે જાહેર કરાયેલા અહેવાલમાં આ વાતને નકારી કાઠવામાં આવી છે.

પ્રતિબંધ / લો બોલો!! અમેરિકાએ ભારતમાં વધતા કોરોનાનાં કેસને ટાંકી યાત્રા પર પ્રતિબંધની ઘોષણા કરી

26 માર્ચે પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે 5 જી મોબાઇલ નેટવર્કથી કોરોના ફેલાતો નથી. આ સિવાય, એવું પણ કહેવામાં આવ્યું છે કે, મોબાઇલ નેટવર્ક અને રેડિયો તરંગો સાથે કોરોના એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકતી નથી. રિપોર્ટ અનુસાર, કોરોના એવા દેશોમાં પણ થઈ રહ્યો છે જ્યાં 5 જી મોબાઇલ નેટવર્ક નથી. ત્યારે એવુ કહેવુ કે, કોરોના 5G ટેસ્ટિંગ ટાવરનાં કારણે ફેલાઇ રહ્યો છે અથવા વાતાવરણ ઝેર ઉત્પન્ન કરી રહ્યો છે, તે પાયાવિહોણી વાત સાબિત થઇ રહી છે. જાણકારોનાં મતે, સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચારો પૂરી રીતે સાચા જ હોય તેવુ હોતુ નથી, પરંતુ આજે લોકો સોશિયલ મીડિયામાં ચાલતા દરેક ન્યૂઝને સાચા સમજી લે છે અને કોઇ તથ્ય વિના તેના વિશે કોમેન્ટ કરતા હોય છે. આવી સ્થિતિમાં લોકોએ હવે જાગૃત થવાની ખાસ જરૂર છે અને જ્યા સુધી તથ્ય ન દેખાય ત્યા સુધી તેના પર પ્રતિક્રિયા કે તે સમાચારને માનવા ન જોઇએ.

sago str 2 શું ખરેખર 5G ટાવરનાં ટેસ્ટિંગથી ફેલાય છે કોરોના? જાણો શું કહે છે WHO