Lifestyle/ પેટમાં મરોડ ઉઠે છે…પીવો વરિયાળીની ચા…થાક અને પેટની સમસ્યા બંને છૂમંતર થઇ જશે..!

Variyali ni Cha (વરિયાળીની ચા) પીવાથી તમને ઘણા સ્વાસ્થ્યલાભ થઇ શકે છે…જેમ કે પેટમાં ગેસ ન થવો, માસિક ધર્મમાં પીડામાં રાહત, શ્વાસની સમસ્યા વગેરેમાં રાહત…

Trending Food Health & Fitness Lifestyle
Variyali ni Cha, પેટની સમસ્યા, અસ્થમા, પીરિયડ્સ, વજન

Lifestyle: પેટની સમસ્યામાં વરિયાળીની ચા (Variyali ni Cha, Funnel Tea) ઘણી રીતે મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત, થાક દૂર કરવા માટે એને સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. સ્વાદમાં હળવી મીઠી અને સુગંધિત એવી આ ચા સુકાયેલી વરિયાળીના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે વરિયાળીની ચા પીવાના કયા હૅલ્થ બેનિફિટ્સ છે?

વરિયાળીની ચા (Variyali ni Cha, Funnel Tea) ના સ્વાસ્થ્ય લાભ

વરિયાળી એક એવો મસાલો (Spice) છે જેનો ઉપયોગ લોકો જુદી-જુદી રીતે કરતા હોય છે. પેટની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અને માઉથ ફ્રેશનર (Mouth freshener) તરીકે પણ એનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વેટ લોસ જર્નીમાં પણ વરિયાળીનું પાણી પીવાનું ફાયદાકારક ગણાય છે.

1. પેટના મરોડ અને ગેસથી રાહત

વરિયાળીના બીજમાં એનેથોલ જેવા તત્વ રહેલા છે જે પેટની માંસપેશીઓને આરામ પ્રદાન કરે છે. આંતરડામાં ઉઠતા મરોડ (Stomach cramps)ને એ તરત શાંત કરે છે. ખાધા બાદ જો તમને પેટ ભારે લાગતુ હોય તે એમાં આ રામબાણ ઇલાજ છે. મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં આ દવા જેવું કામ કરે છે.

Variyali ni Cha, પેટની સમસ્યા, અસ્થમા, પીરિયડ્સ, વજન

2. વજન ઘટાડવા માટે મદદગાર

જો તમે વજન ઘટાડવા (Weight Loss) માગતા હો તો વરિયાળીની ચા એક બહેતરીન વિકલ્પ છે. એ કુદરતી રીતે ભૂખ (Hunger)ને શમાવવામાં મદદ કરે છે અને એનાથી તમે ફાલતૂ કેલરીથી બચી જાઓ છો. આ ઉપરાંત, એ વિષાર્ધ પદાર્થોના નિકાલમાં પણ સહાયક છે.

Variyali ni Cha, પેટની સમસ્યા, અસ્થમા, પીરિયડ્સ, વજન

3. શ્વસન સ્વાસ્થ્ય માટે બહેતર

વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ફેફસા અને શ્વસન માર્ગ માટે ઉત્તમ છે. કફ (Cough) દૂર કરવા અને ભરાયેલા કફને ઓછો કરવામાં એ મદદરુપ છે. અસ્થમા કે બ્રોંકાઇટિસ જેવા લક્ષણોમાં પણ એ આરામ આપે છે.

Variyali ni Cha, પેટની સમસ્યા, અસ્થમા, પીરિયડ્સ, વજન

4. થાક અને સુસ્તી દૂર થશે

જ્યારે આપણું પાચન (Digestion) યોગ્ય ન હોય ત્યારે પેટ પણ ભારેખમ અને થાકેલું મહેસૂસ કરે છે. વરિયાળીની ચા મેટાબોલિઝમને વધારે છે અને એનાથી તમને ત્વરિત ઊર્જા મળે છે. એમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાંથી ટોક્સિન્સને બહાર કાઢે છે અને તમે હળવાફૂલ મહેસૂસ કરો છો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: ભીષણ ગરમીથી રક્ષણ મેળવવા આ 5 બાબતોનું રાખો ધ્યાન

આ પણ વાંચો: બાળકોને ભીષણ ગરમીથી કેવી રીતે બચાવશો…

આ પણ વાંચો: માત્ર ફળો ધોવાથી ‘ઝેર’ જતુ નથી! તો પછી કેમિકલથી બચવાનો ઉપાય શું છે?