ગતિશીલ ગુજરાત/ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સાથે હવે બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ શરુ…

રાજ્યભર માં વાત કરવા માં આવી રહી છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પરંતુ સાથે હવે બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ જોવા મળી રહ્યું છે

Gujarat Others Trending
bullock cart ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સાથે હવે બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ શરુ...

રાજ્યભર માં વાત કરવા માં આવી રહી છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન પરંતુ સાથે હવે બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ જોવા મળી રહ્યું છે ઘટના છે રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકા ના માંડલીકપુર ગામ ની કે જ્યાં એક વૃદ્ધા ને બળદગાડા માં વેક્સિનેશન સેન્ટર ઉપર લઈ જવા માં આવ્યા.
જેતપુરના મંડલીકપુર ના 75 વર્ષના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી બળદગાડામાં લવાયા હતા. આજે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન તો ઠીક બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ થાય છે.  મોટા શહેરો માં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના કર્યક્રમો તો યોજાય છે. ત્યારે નાના ગામડાઓમાં ક્યાંક બળદ ગાડા થ્રુ વેક્સિનેશન પણ જોવા મળે છે.

આજ રોજ મંડલીકપુર ગામ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામ ની પ્રાથમીક શાળા માં જે લોકો ને બીજો ડોઝ લેવાનો હોઈ તે લોકો નું વેક્સિનેશન ની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે આજે ગામ ના એક વયોવૃધ્ધ માજી શાંતાબેન ને બીજો વેકસીન નો ડોઝ લેવાનો હતો પણ તેમને પગ ની તકલીફ હોઈ અને સરકારી સ્કુલ માં વેકસીન લેવા માટે બળદ ગાડા માં આવ્યા હતા. અને વેકસીન લીધી હતી ત્યારે ત્યાં રહેલો હાજર સ્ટાફ કુસુમબેન વાછાણી અને ઉમેશભાઈ દ્વારા તેમને વેકસીન આપવા બહાર ગાડા માં જ વેકસીન આપી હતી અને પુરતો સહયોગ આપ્યો હતો.

શાંતાબેન ને પગ ની તકલીફ હોવાથી પણ તેમની વેકસીન લેવા માટે બિપિન ભાઈ તેમના ભત્રીજા એ બળદ ગાડું લઈ અને વેકસીન સેન્ટર પર લઈ આવી અને વેક્સિનેશન કરાવ્યું હતું. ત્યારે એક આયોજન ના ભાગ રૂપે જો પોલિયો માં જે રીતે સરકાર ઘરે ઘરે જઈ ને બાળકો ને પોલિયો ના ટીપા આપી ને વેક્સિનેશન કરે છે તે જ રીતે ઘરે ઘરે જઈ ને જે વૃધો અશક્ત છે તેને ને ઘરે જ વેક્સિનેશન કરે તે પણ જરૂરી છે.

sago str 9 ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સાથે હવે બળદગાડા થ્રુ વેક્સિનેશન પણ શરુ...