Ahmedabad News/ અમદાવાદમાં નિવૃત IPS ઓફિસરની પત્ની સાથે ડ્રાઈવરે કરી 18 લાખ રૂપિયાની છેતરપિંડી

જ્યારે ડ્રાઈવર ભાવિક પંચાલનો મીનલબાએ સંપર્ક કર્યો ત્યારે ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યો હતો. દલાલે કહ્યું કે ખેડૂતને મળાવીશ, પરંતુ એ શક્ય બન્યું નહીં. જાણકારી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં IG તરીકે ફરજ બજાવતા નિવૃત IPS ઓફિસર મયંકસિંહ ચાવડા (Mayanksinh Chavda)ની પત્નીએ જમીન વેચાણનું કહી પૈસા પડાવતા ઠગાઈની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નિવૃત IPS ઓફિસર મયંકસિંહ ચાવડાની પત્ની મીનલબા ચાવડા (Minalba Chavda) સાથે તેમના ડ્રાઈવરે જમીન વેચાણના નામે પૈસા પડાવ્યા હતા. ગત વર્ષે 10 નવેમ્બરનાં રોજ ડ્રાઈવર ભાવિક પંચાલે અમદાવાદનાં શીલજ ખાતે 80 હજાર રૂપિયા લેખે જમીન વેચવાની માહિતી મળતાં તેમને મયંકસિંહ ચાવડા સાથે વાતચીત કરી જમીન દલાલ કેતુર ઠાકોર અને કોણ, ક્યારે વેચવાનું છે વગેરે જાણકારી મેળવી હતી. તેમજ જમીન જોયા બાદ ખરીદવાનું મન બનાવી મીનલબાએ પતિને કહી ટોકનનાં 5 લાખ રૂપિયા અને 13 લાખનો ચેક ડ્રાઈવરને આપ્યો હતો.

જ્યારે ડ્રાઈવર ભાવિક પંચાલનો મીનલબાએ સંપર્ક કર્યો ત્યારે ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યો હતો. દલાલે કહ્યું કે ખેડૂતને મળાવીશ, પરંતુ એ શક્ય બન્યું નહીં. જાણકારી મુજબ 28 નવેમ્બર, 2024થી ડ્રાઈવર ભાવિક પંચાલનો ફોન બંધ આવતો હતો. મીનલબાએ દલાલનો સંપર્ક કર્યો તો તેને કહ્યું કે, તમે જમીન જોઈ ગયા પછી તેમને કોઈ ફોન આવ્યો નથી અને મળ્યો પણ નથી. ડ્રાઈવર કુલ રૂપિયા 18 લાખ લઈ ફરાર થઈ જતાં ડ્રાઈવર ભાવિક વિરૂદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભલમનસાઈ બતાવવા ગયા અને છેતરાયા, વિસનગરના વ્યક્તિ સાથે 21.65 લાખની છેતરપિંડી

આ પણ વાંચો:સુરતમાં કેનેડાના વિઝા અપાવવાનું કહી રૂપિયા 95.98 લાખની છેતરપિંડી

આ પણ વાંચો:અમદાવાદમાં વેપારીઓ સાથે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી