RTO/ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની તમામ સુવિધાઓ માટે આરટીઓ ઓફિસમાં જવાની જરૂર નથી.

India Photo Gallery
આધાર 7 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર
  • આરટીઓ કચેરીએ જવાની જરૂરિયાત નહિ રહે, આધારથી વેરિફિકેશન કરાશે
  • આ સુવિધા તમને સમય અને પૈસા બંનેની બચત કરાવશે
  • હવે તમે દલાલોની ચુંગલમાંથી મુક્ત થશો

માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની તમામ સુવિધાઓ માટે આરટીઓ ઓફિસમાં જવાની જરૂર નથી. તે ફક્ત તમારા આધાર કાર્ડ વેરીફીકેશન થી જ તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ શકશે. આ સુવિધા તમારા સમય અને પૈસા બંનેની બચત કરશે. આ અંતર્ગત 18 સુવિધાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે.

આધાર 2 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી માટે અન્ય કોઈ દસ્તાવેજો આપવાની જરૂર નથી. તમારે parivahan.gov.in ની મુલાકાત લઈને તમારા આધાર કાર્ડને વેરીફાઈ કરાવવું પડશે.  જે પછી તમે આ 18 સુવિધાઓનો લાભ લઈ શકશો.

આધાર ૩ ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

સંપર્ક વિનાની સેવા શરૂ કરી

મંત્રાલયે ગુરુવારે આધાર ચકાસણી દ્વારા સંપર્ક વિનાની સેવા શરૂ કરી છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ લાઇસન્સ, નોંધણી અરજી વગેરેના નવીકરણ માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહિ રહે. આધાર કાર્ડને ઓળખ દસ્તાવેજો તરીકે ઉપયોગ કરીને સરકારની ડિલિવરી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

આધાર 4 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

વાહન પોર્ટલ દ્વારા સુવિધા અપાશે

મંત્રાલયે તેની સૂચનામાં કહ્યું છે કે પોર્ટલ દ્વારા સંપર્ક વિનાની સેવા મેળવવા માટે કોઈપણ વ્યક્તિ પોતાનું આ વેબ્સિત ઉપર જઈ પોતાના આધાર કાર્ડનું વેરીફેકેશન કરવી શકે છે. જો કોઈની પાસે આધારકાર્ડ નથી, તો તે આધાર નોંધણી આઈડી સ્લિપ બતાવીને આ સુવિધાઓ મેળવી શકે છે. જો તમારે લાઇસન્સ પાછુ જમા કરાવવું હોય તો પણ તમે આ આધાર દ્વારા તે કરી શકો છો.

આધાર 5 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

આ સુવિધાઓનો લાભ લઈ શકો છો

આધાર કાર્ડ વેરીફીકેશન દ્વારા હવે લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છે. તો સાથે હવે તમારે નવા લાઇસેંસ હેઠળ ડ્રાઇવિંગ પરીક્ષણ આપવાની જરૂર નથી. ડુપ્લિકેટ લાઇસન્સ પણ તેમાંથી લઈ શકાય છે. એ જ રીતે, લાઇસન્સના સરનામાંનો ફેરફાર, આંતરરાષ્ટ્રીય પરમિટ ઇશ્યૂ પણ તેમાંથી મેળવી શકાય છે. આ સિવાય માલિકીના સ્થાનાંતરણની સૂચનાની સુવિધા પણ મેળવી શકાય છે.

આધાર 6 ડ્રાઈવિંગ લાઇસન્સ માટે નહિ નડે હવે કોઈ સ્પીડ બ્રેકર

વાહન પ્લેટફોર્મ પરથી સુવિધા આપવામાં આવશે

આ સેવા વાહનના ઓનલાઇન પ્લેટફોર્મ પરથી મેળવી શકાય છે. તમારે અહીં આધાર દ્વારા નોંધણી કરાવવી પડશે. આ પછી, તેની ચકાસણી કરવામાં આવશે. પછી તમે ઇચ્છો તે સુવિધા પસંદ કરી શકો છો. તે પછી તમે તે માટે અરજી કરી શકો છો. હમણાં સુધી, તમારે દેશમાં કોઈપણ લાઇસન્સના કામ માટે આરટીઓ ઓફીસ ના ધક્કા ખાવા પડતા હતા અને દલાલને પણ ફી ચૂકવવી ડતી હતી. પરંતુ હવે આ નવો નિયમ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી બધી સમસ્યાઓ દૂર કરશે અને તમે તેનો લાભ ઓનલાઇન લઈ શકો છો.