Ahmedabad/ જુહાપુરામાં લૂંટારુઓ બેફામ, ધોળા દિવસે લૂંટની વારદાત

“ગુનાખોરીનો હબ ” નો જો કોઈ ટાઇટલ કોઈ સિટીને આપવાનું વિચારવામાં આવે તો હાલ અમદાવાદને જ આ ટાઇટલ મળી શકે છે કારણકે અમદાવાદમાં જેમ ગુનાખોરી ખુબજ વધતી જઈ રહી છે જેથી અમદાવાદ હવે ગુનાખોરીનો હબ ટાઉન બની ગયો છે. અમદાવાદમાં ધોળા દિવસે ચોરી અને લૂંટની ઘટના બની રહી છે. ભોગ બનનારની તસ્વીર  તાજેતરની જો વાત […]

Ahmedabad Gujarat
images 1 જુહાપુરામાં લૂંટારુઓ બેફામ, ધોળા દિવસે લૂંટની વારદાત

“ગુનાખોરીનો હબ ” નો જો કોઈ ટાઇટલ કોઈ સિટીને આપવાનું વિચારવામાં આવે તો હાલ અમદાવાદને જ આ ટાઇટલ મળી શકે છે કારણકે અમદાવાદમાં જેમ ગુનાખોરી ખુબજ વધતી જઈ રહી છે જેથી અમદાવાદ હવે ગુનાખોરીનો હબ ટાઉન બની ગયો છે. અમદાવાદમાં ધોળા દિવસે ચોરી અને લૂંટની ઘટના બની રહી છે.

IMG 20210305 WA0027 જુહાપુરામાં લૂંટારુઓ બેફામ, ધોળા દિવસે લૂંટની વારદાત

ભોગ બનનારની તસ્વીર 

તાજેતરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી ફતેહવાડી નજીક ગઈ કાલે લૂંટની ઘટના બની હતી. પૃથ્વીશ જાદવ નામની વ્યક્તિએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમને સીટીએમ વિસ્તારનું એક કામ પતાવીને સરખેજ વિસ્તારમાં આવવું હતું. જેથી તેમણે રીક્ષા કરીને સરખેજ આવવા રવાના થયા હતા ત્યારે તેમની રીક્ષા જુહાપુરા ફતેહ વાડી પાસેના મેટ્રો સ્ટેશન પાસે પહોંચી હતી ત્યારે રીક્ષા ચાલકે અચાનક રીક્ષા ઉભી રાખી  દીધી હતી જેથી ફરિયાદીએ રીક્ષા કેમ અચાનક ઉભી રાખી તે મામલે પૂછતાં રીક્ષા ચાલક અને તેના એક સાગરીતે પોતાની પાસે રહેલા ચાકુ કાઢીને ફરિયાદીને ડરાવતા કહ્યું હતું કે તેમની પાસે જે કંઈ વસ્તુ હોય તે આપી દેવા બળજબરી કરી હતી. જેથી ગભરાઈ ગયેલા પૃથ્વીશ ભાઈએ પોતાની પાસે રહેલી સોનાની ચેન અને રોકડા રૂપિયા સહીત કુલ 78 હજાર મતાની વસ્તુઓ બંને લૂંટારૂઓને આપી દઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટ આચર્યા બાદ બંને લૂંટારાઓ ત્યાંથી રીક્ષા લઈને ફરાર થઇ ગયા હતા.

આ મામલે પૃથ્વીશ ભાઈએ વેજલપુર પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક અને તેના સાગરીત વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીની જુબાનીના આધારે આગળના તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.