Not Set/ મુન્દ્રા બંદરે ઝડપાયેલા ડ્રગની કિમત 8500 કરોડને પાર, ભારતની ચિંતા વધી

કચ્છના મુન્દ્રા બંદરે અફઘાનિસ્તાનથી ઇરાન થઇ આવેલા ટેલકમ પાઉડરના કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો મળતા ચકચાર મચી ગઇ છે

Top Stories Gujarat Others
pikel 14 મુન્દ્રા બંદરે ઝડપાયેલા ડ્રગની કિમત 8500 કરોડને પાર, ભારતની ચિંતા વધી

અફઘાનિસ્તાન થી ઈરાનના રસ્તે મુન્દ્રા બંદરે ઠલવાયેલા ડ્રગની છઠા દિવસે તપાસનો દોર યથાવત છે. પકડાયેલા ડ્રગની કિમતનો આંક 8500 કરોડને પાર જાય તો પણ નવાઈ નહિ. અફઘાનીસ્તાનમાં તાલીબાની રાજ આવ્યા બાદ ભારતને જે ચિંતા સતાવતી હતી તે ડ્રગ્સની હેરફેર વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મુન્દ્રા બંદરે કરોડોના ઐતિહાસીક અને વિક્રમી કન્સાઈનમેન્ટને પકડી પાડવામા આવ્યા છે. સતત ચાલી રહેલી તપાસમાં ઝડપાયેલી ડ્રગનો આંકડો પણ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી એશિયામાં ઝડપાયેલા ડ્રગ રેકેટમાં આ સૌથી મોટું રેકેટ છે. આટલી મોટી કિમતનું ડ્રગ સૌ પ્રથમ વાર એશિયામાં ગુજરાતના મુન્દ્રા બંદરે ઝડપાયું છે. ટેલ્કમ પાવડરની આડ હેઠળ મોટી માત્રામાં હેરોઈનનો જથ્થો મોકલવામાં આવ્યો છે.

છેલ્લા છ દિવસથી મુન્દ્રા બંદર પર ચોકકસ બાતમીના આધારે અટકાવાયેલા કન્ટેઈનરમાંથી એક કન્ટેઈનરની તપાસમાં ટેલ્કમ પાવડરની આડમાં હેરોઈન મળી આવતા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. કન્ટેનરમાં મિક્સ પાવડરમાં હેરોઇનને અલગ કરવાની કાર્યવાહી સંપન્ન થવા પામી હોવાનુ મનાય છે. બીજા કન્ટેઈનરને લઈને પણ તપાસ પ્રક્રીયા એજન્સીઓએ હાથ ધરી છે.  અફઘાનથી મુન્દ્રા બંદર પર આવેલા કન્ટેઈનરમાં ડ્રગ્સને ટેલ્કમ પાવડરથી અલગ પાડવાનો વ્યાયામ અવિરત ચાલુમાં જ છે. હવે એક વાત એવી પણ બહાર આવી છે કે ડ્રગ્સકાંડનો આંક 8500 કરોડને પાર જાય તેમ છે.

મુન્દ્રા ડ્રગ

નોધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરના આ ડ્રગ્સકાંડમાં ડીઆરઆઈ, કસ્ટમ, એનસીબી, એટીએસ, સહિતની એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.  જો કે, સત્તાવાર રીતે મગનુ નામ મરી પાડવાથી સૌ ઈન્કાર જ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસમાં અફઘાનની હસન હુસેન ટ્રેડ લી. એકસપોર્ટર તરીકે છે, જ્યારે કે આશી ટ્રેડિંગ કંપની ઈમ્પોર્ટર છે તથા પેસીફીક અમદાવાદ સીએચએની ભૂમિકામાં છે હવે આ તમામના કડીબદ્ધ તાર જોડવાની દીશામાં એજન્સીઓની ટુકડીઓ કામે લાગી ગઈ છે.

મુન્દ્રાના આંતરરાષ્ટ્રીય કક્ષાના હેરોઈનકાંડના પડઘા હવે આંધ્ર-દિલ્હી સહિતના અલગ અલગ વિસ્તારોમાં પણ પડવા પામી રહ્યા છે અને પ્રાથમિક તપાસમા ખુલતી માહીતીઓ અનુસાર જે-તે સ્થળો પર પણ એજન્સીઓએ રેઈડ-સર્ચ ઓપરેશન હાથ ધર્યાનો અંદાજ સામે આવવા પામી રહ્યો છે. સમગ્ર કેસમાં દરરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ ઉપરાંત હવે જોવાનું એ રહે છે કે અગાઉ જૂન મહિનામાં મુન્દ્રા બંદરેથી નીકળી ગયેલ કંસાઇનમેન્ટમાં બેદરકારી દાખવનારાઓ જવાબદારો સામે પગલાં લેવાય છે કે કેમ તે આવનારો સમય જ કહેશે.

Tips / શું તમે પણ વાઇ-ફાઇ પાસવર્ડ પણ ભૂલી ગયા છો, આરીતે મેળવો પાછો 

ગૂગલની ભેટ / ટૂંક સમયમાં તમે ઘણી ટીવી ચેનલો નિ:શુલ્ક જોઈ શકશો

સારા રિચાર્જ પ્લાન / રિલાયન્સ જિયોના 5 સૌથી સસ્તા ડેટા પ્લાન, 1 જીબી ડેટા 4 રૂપિયાથી ઓછામાં ઉપલબ્ધ થશે

WhatsApp / મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ફીચર લાવ્યું જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જાણો વિગતો