Not Set/ સમીર વાનખેડે : નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે

 NCB અધિકારી સમીર વાનખેડેએ નવાબ મલિકના આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપી, કહ્યું –  હું ટૂંક સમયમાં કોર્ટમાં જવાનો છું અને કાયદાકીય કાર્યવાહી કરીશ.

Top Stories India
pravasan 7 સમીર વાનખેડે : નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે

ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક સતત તપાસ એજન્સી NCBને નિશાન બનાવી રહ્યા છે. આજે નવાબ મલિકે પુનાના માવલ વિસ્તારમાં એક સભાને સંબોધતી વખતે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું કે એક વર્ષની અંદર સમીર વાનખેડેને જેલની પાછળ મોકલી દેશે. આ નિવેદન પર સમીર વાનખેડે નવાબ મલિક સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે.

નવાબ મલિકે કહ્યું, “હું સમીર વાનખેડેને ખુલ્લો પડકાર આપું છું, એક વર્ષની અંદર તમે તમારી નોકરી ગુમાવશો, તમે જેલમાં જશો તેની ખાતરી છે. અમે તમારા દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીને લોકો સમક્ષ લાવીશું. સમીર વાનખેડેના પિતા અને તેના ઘરના લોકો બધા બોગસ. મારા જમાઈને જેલના સળિયા પાછળ મોકલ્યા અને હવે મને બોલાવે છે. કોના ઈશારે તે આ બધું કરી રહ્યો છે. મને જવાબ આપો કે તમારા પિતા કોણ છે. હું તમારા પિતાથી ડરતો નથી. તમને જેલના સળિયા પાછળ મોકલીને જ જપીશ. અને  હું રાહતનો શ્વાસ લઈશ

NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે. તેમણે કહ્યું, “નવાબ મલિકે મારા પર કરેલા આક્ષેપો ખોટા છે. હું સેવામાં જોડાયો ત્યારથી હું ક્યારેય દુબઈ ગયો નથી. હું મારી બહેન સાથે માલદીવ ગયો નથી. મેં સત્તાવાર રીતે સરકાર પાસેથી રજા લીધી હતી. અને મારા પરિવાર સાથે મારા પોતાના પૈસાથી ટ્રીપ પર ગયો હતો.  મારી બહેન અલગથી માલદીવ ગઈ હતી. “

સમીર વાનખેડે કહ્યું કે નવાબ મલિક વારંવાર મારા પરિવારની મહિલાઓને નિશાન બનાવી રહ્યા છે. આ એક ખોટી વાત છે અને આ માટે હું ટૂંક સમયમાં કોર્ટમાં જવાનો છું અને કાયદાકીય કાર્યવાહી કરીશ.

National / યુપી મંત્રીનું વાહિયાત નિવેદન – 95% લોકો પેટ્રોલનો ઉપયોગ કરતા નથી, મુઠ્ઠીભર લોકો ફોર વ્હીલર ચલાવે છે

Farmer protesters / રાકેશ ટીકૈતની મોટી જાહેરાત, સરહદ ખાલી કરી દિલ્હીમાં સંસદ પર ધરણા કરશે

Technology / નોકિયા C30 બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ,  Jio એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

Technology / ફેસબુકને 520 કરોડનો દંડ, સમગ્ર મામલો ગીફી સાથે સંબંધિત છે