કાર્યવાહી/ વડોદરામાંથી મળી આવ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, જાણો કેવી રીતે ઝડપાયું

ગુજરાત ATSની ટીમે આજે મંગળવારે સવારે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને 200 કિલોથી વધુ વજનની શંકાસ્પદ MD ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો જેની અંદાજિત બજાર કિંમત એક હજાર કરોડથી વધુ છે.

Top Stories Gujarat Others
અ 49 વડોદરામાંથી મળી આવ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ, જાણો કેવી રીતે ઝડપાયું

વડોદરા જિલ્લાના સાવલીના મોક્ષી ગામ ખાતે આવેલી નેક્ટર કેમ ફેક્ટરી સંભવિત MD ડ્રગ્સનું ઉત્પાદન કરતી હોવાની ગુજરાત ATS DIG દિપેન ભદ્રનને મળેલી બાતમીના આધારે DYSP કેકે પટેલની આગેવાની હેઠળના બે ડઝનથી વધુ કર્મચારીઓ સાથે ઓપરેશન એમડી હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત ATSની ટીમે આજે મંગળવારે સવારે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને 200 કિલોથી વધુ વજનની શંકાસ્પદ MD ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો જેની અંદાજિત બજાર કિંમત એક હજાર કરોડથી વધુ છે. ઘટના બાદ એટીએસે તાત્કાલિક ફોરેન્સિક અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. ઓપરેશન (આ લખાય છે ત્યાં સુધી) બીજા ચાર કલાક ચાલે તેવી શક્યતા છે.

મોક્ષી ગામે આવેલી આ ફેક્ટરીમાં વિવિધ પ્રકારના કેમિકલનું ઉત્પાદન થતું હતું. ખાસ કરીને કોરોના સમયગાળા દરમિયાન, આ ફેક્ટરી દ્વારા કોરોના સંબંધિત રસાયણોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ જ્યારે એટીએસને આ ફેક્ટરીના પાછળના ભાગમાં પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન થતું હોવાની માહિતી મળી ત્યારે ડીઆઈજી દીપેન ભદ્રન, એસપી સુનિલ જોષી અને ડીવાયએસપી કે.કે.પટેલે વ્યૂહરચના ઘડી અને છૂપો ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. ઓપરેશન ગુપ્ત રાખીને દરોડાની ટીમમાં સમાવિષ્ટ અધિકારીઓને પણ છેલ્લી ઘડી સુધી દરોડા પાડવાની જગ્યા વિશે જાણ કરવામાં આવી ન હતી.

પોલીસને સ્થળ પરથી અંદાજીત રૂ.1000 કરોડની કિંમતનુ 200 કિલો ગ્રામ એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જે અંગે હજી ગુજરાત એ.ટી.એસ દ્વારા કાર્યવાહી ચાલી રહીં હોવાની પણ વિગતો સાપડી રહીં છે. હાલ પોલીસ દ્વારા આ મામલામાં કયા મોટા માથા સંડોવાયેલા છે, ડ્રગ્સનો કાચો માલ ક્યાંથી આવતો હતો, તેને બનાવીને ક્યાં મોકલવામાં આવતો હતો, સહિતના મુદ્દે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીનું નામ નેક્ટર કેમ છે, તે સાંકરદા-ભાદરવા રોડ, મોક્સી ગામ, સાવલી ખાતે આવેલી છે.

આ પણ વાંચો:પેસેન્જર બસ ઓઈલ ટેન્કર સાથે અથડાઈ, 20થી વધુ લોકો દાઝી ગયા

આ પણ વાંચો:આવતીકાલથી 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ મળશે દૂધ, અમૂલ બાદ મધર ડેરીએ પણ વધાર્યા ભાવ

આ પણ વાંચો:અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- કાશ્મીરમાં પંડિત નથી સુરક્ષિત, નિષ્ફળ રહ્યા LG: પીએમ મોદી આપે જવાબ