Rajkot News : રાજકોટની સિવિલ (Rajkot Civil) હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલના ઓપીડી વિભાગમાં એક દારૂના નશામાં ધૂત (Drunkards)વ્યક્તિએ ભારે હોબાળો મચાવતા દર્દીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે હોસ્પિટલમાં હાજર મહિલાઓ સામે અપશબ્દો બોલાતા સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.
દારૂડિયો (Drunkards) હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઘૂસી આવ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, દારૂડિયો (Drunkards) હોસ્પિટલના ઓપીડી વિભાગમાં ઘૂસી આવ્યો હતો અને અચાનક બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. તેની હરકતોથી સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનો પરેશાન બન્યા હતા. કેટલાક લોકોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉગ્ર બન્યો હોવાનું જણાવાય છે.

ઘટનાને લઈને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થળ પર હાજર લોકોએ આક્ષેપ કર્યો હતો કે સિક્યુરિટી સ્ટાફે સમયસર પોલીસને જાણ કરી નહોતી, જેના કારણે દારૂડિયાનો હોબાળો લાંબા સમય સુધી ચાલ્યો હતો.
હોસ્પિટલમાં બનેલી આ ઘટનાના વીડિયો અને ચર્ચાઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહી છે. દર્દીઓએ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે. હાલ સમગ્ર મામલે ચર્ચા ગરમાઈ છે અને જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે.
