Health Tips: શિયાળા (Winter Season)માં શરીરને ગરમ રાખવા અને તાકાત આપનારા ફૂડની જરુર પડતી હોય છે. આથી જ કહે છે ને કે તમારે ઠંડીમાં મેવો અથવા એનો પાવડર (Dry Fruits Powder) જરુરથી ખાવો જોઈએ! ડ્રાય ફ્રુટ્સ શરીરને અંદરથી તો ગરમ રાખે જ છે અને વળી તાકાત પણ આપે છે. ડ્રાય ફ્રુટ્સની સાથોસાથ કેટલાક હૅલ્ધી સીડ્સ (Healthy Seeds)ને પણ સામેલ કરવા જોઈએ. જેમાં અળસીના બીજ, સૂરજમુખીના બીજ, કોળાના બીજ અને તલ સામેલ છે. જો આ બધી વસ્તુઓ એકસાથે ખાવી તમને એક ઝંઝટ સમાન લાગતુ હોય તો તમે ડ્રાય ફ્રુટ્સ અને સીડ્સનો પાવડર પણ બનાવી શકો છો.
દરરોજ સવારે આ પાવડર (Dry Fruits Powder)ને બે ચમચી જેટલો ખાઈ લેવો. તમે એને દૂધમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. એને બનાવવાનું સરળ છે અને લાંબા સમય સુધી એ ખરાબ થતો નથી. તમે આખા મહિનો ખાવા માટે એને એકસાથે બનાવીને કોઈ એરટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી શકો છો. આ પાવડરને ઘરના બાળકો તથા વડીલોને પણ અવશ્ય ખવડાવવો જોઈએ. તો ચાલો જાણીએ કે, સ્વાસ્થ્ય માટે પાવરહાઉસ સમાન અને ભરપૂર તાકાત આપનાર આ પાવડર શી રીતે બનાવશો?
શી રીતે બનાવશો ડ્રાય ફ્રુટ્સ પાવડર? (Dry Fruits Powder Recipe)
સૂકા મેવાનો આ પાવડર બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
100 ગ્રામ બદામ
100 ગ્રામ કાજુ
100 ગ્રામ અખરોટ
100 ગ્રામ મખાના
100 ગ્રામ કોળાના બીજ
100 ગ્રામ અળસીની બીજ
100 ગ્રામ સૂર્યમુખીના બીજ
100 ગ્રામ સફેદ તલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તમારે સમાન માત્રામાં બદામ, કાજુ અને અખરોટ (Almonds, Cashew nuts, Walnut) લેવાના રહેશે. હવે સમાન માત્રામાં જ મખાના, કોળાના બીજ, અળસીના બીજ, સૂર્યમુખીના બીજ, સફેદ તલ (Makhana, Pumpkin seeds, Flax seeds, Sunflower seeds, White sesame) પણ લેવા.
2. સૌથી પહેલા એક કડાઈમાં થોડું ઘી નાખીને ક્રંચી થાય ત્યાં સુધી મખાનાને શેકી લો. મખાનાને મધ્યમ તાપે સતત ચલાવતા રહીને શેકી લેવા. આમ કરવાથી મખાના બળશે નહિં અને સારી રીતે રોસ્ટ થઈ જશે.
3. અન્ય એક કડાઈમાં કોળા અને સૂર્યમુખીના બીજને ઉમેરીને ઘી વિના જ શેકી લેવા. હવે તલ અને અળસીના બીજને પણ હળવા રોસ્ટ કરી લેવા. ધ્યાન રાખવું કે આ બીજને શેકવા માટે તેલ કે ઘીનો ઉપયોગ કરવો નહિં.
4. હવે કાજુ, બદામ અને અખરોટને અલગ-અલગ શેકી લેવા. એમાં કુદરતી ઓઈલ (Natural Oil) હોય જ છે એટલે એને શેકવા ઘી કે તેલની જરુર નથી પડતી. જો તમારી પાસે માઇક્રોવેવ હોય તે એમાં શેકી શકો છો.
5. આ તમામ શેકેલી સામગ્રીને કોઈ મોટા વાસણમાં નાખીને મિક્સ કરી ઠંડી કરી લેવી. મિક્સર જારમાં આ મિશ્રણને થોડું-થોડું કરીને વાટી લેવું. એનો કકરો પાવડર બનાવી લેવો. પલ્સ મોડ ઉત્તમ રહેશે.
6. હવે આ પાવડરને કોઈ એરટાઈટ જારમાં ભરીને સ્ટોર કરી લો.
તો તૈયાર છે તમારો શક્તિવર્ધક (Energetic) સૂકા મેવાનો પાવડર….દરરોજ સવારે 2-3 ચમચી ડ્રાય ફ્રુટ્સનો પાવડર લેવો અને એમાં અડધો કપ દૂધ ઉમેરીને હળવું ભીંજાવીને રાખવું. એમાં સ્વાદાનુસાર સાકર, ગોળ કે મધ મિક્સ કરીને ખાવું. આખા દિવસમાં માત્ર 2 ચમચી પાવડર ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળશે. તમે એને હલવાની જેમ અથવા લાડુ બનાવીને પણ ખાઇ શકો છો. પણ અન્ય પદ્ધતિઓમાં ગળપણ અને ઘી હોય છે એટલે એમ જ પાવડર સ્વરુપે ખાવો તમારા માટે ઉત્તમ રહેશે. આ પાવડરને આખી સિઝન સુધી ખાવાથી તમારી ઈમ્યુનિટીમાં અવશ્ય ફેર પડશે.
દરરોજ સવારે આ પાવડર (Dry Fruits Powder)ને બે ચમચી જેટલો ખાઈ લેવો. તમે એને દૂધમાં ઉમેરીને પણ ખાઈ શકો છો. એને બનાવવાનું સરળ છે અને લાંબા સમય સુધી એ ખરાબ થતો નથી. તમે આખા મહિનો ખાવા માટે એને એકસાથે બનાવીને કોઈ એરટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી શકો છો. આ પાવડરને ઘરના બાળકો તથા વડીલોને પણ અવશ્ય ખવડાવવો જોઈએ.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચોઃ સીડ્સ ખાવાની યોગ્ય પદ્ધતિ કઇ છે? કોઇપણ બીજને કેટલી વાર પલાળી રાખવા જોઇએ?
આ પણ વાંચોઃ શું ક્યારેય બનાવ્યા છે આમળાના લાડુ? શિયાળામાં ઈમ્યૂનિટી વધારવા માટે શ્રેષ્ઠ ઑપ્શન!
આ પણ વાંચોઃ હાડકાં મજબૂત કરવા કેલ્શિયમ જરૂરી, આ 5 આહારનું કરો સેવન, ઉત્તમ પરિણામ મળશે
