સસ્પેન્ડ/ જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓની મદદ કરનાર ડીએસપી દેવિન્દર સિંહ સસ્પેન્ડ

દેવિન્દર સિંહ સસ્પેન્ડ

India
dcp000 જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓની મદદ કરનાર ડીએસપી દેવિન્દર સિંહ સસ્પેન્ડ

જમ્મુ કાશ્મીરના કલંકિત પોલીસ અધિકારી દેવિન્દર સિંહને તેમની સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે.તપાસ કરતી એજન્શી એનઆઇએ તેમને એક આંતકવાદીના મામલામાં ધરપકડ કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક સિંહને બરતરફ કરવામાં આવ્યા છે આ આદેશ ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આપ્યો છે.

ગત વર્ષે પ્રતિબંધિત આંતકવાદી સંગઠન હિજબુલ મુજાહિદના આંતકવાદીઓને કાશ્મીર થી જમ્મુ લઇ જતા સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના સામે એનઆઇએ તપાસ કરી રહી હતી.તપાસ એજન્શી એનઆઇએ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક દવિંદર સિંહએ આંતકવાદીઓ સુરક્ષિત માર્ગથી લઇ જવાની મહત્વની ભૂમિકા નિભાવી હતી અને જમ્મુ કાશ્મીરના પોલીસ ગેસેટ હાઉસમાં છુપાવ્યા હતા.

દવિંન્દર સિંહની 11 જાન્યુઆરી 2020માં ધરપકડ કરવામાં આવી હતી તેઓ આંતકવાદીઓને પોતાની ગાડીમાં લઇને શોપિયાથી જમ્મુ લઇ જઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે તે તેમની ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે.