TDP-YSRCP Clash/ ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં ભારે હંગામો, TDP અને YSRCP કાર્યકરો વચ્ચે અથડામણ, 20 પોલીસકર્મી સહિત અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના અન્નમૈયામાં શુક્રવારે  TDP વડા એન ચંદ્રબાબુ નાયડુની રેલી દરમિયાન TDP અને YSRCP કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી

Top Stories India
6 1 1 ચંદ્રાબાબુ નાયડુની રેલીમાં ભારે હંગામો, TDP અને YSRCP કાર્યકરો વચ્ચે અથડામણ, 20 પોલીસકર્મી સહિત અનેક ઘાયલ

આંધ્રપ્રદેશના અન્નમૈયામાં શુક્રવારે  TDP વડા એન ચંદ્રબાબુ નાયડુની રેલી દરમિયાન TDP અને YSRCP કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે એન ચંદ્રબાબુ નાયડુની મુલાકાત દરમિયાન ટીડીપી તેમજ સત્તાધારી વાયએસઆરસીપીના સમર્થકો અને અનેક પોલીસકર્મીઓ પથ્થરમારો અને આગચંપીમાં ઘાયલ થયા હતા.

પૂર્વ સીએમ નાયડુ ‘યુદ્ધ ભેરી’ પ્રવાસ પર છે જે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સિંચાઈ પરિયોજનાઓ પૂર્ણ કરવામાં YS જગન મોહન રેડ્ડી સરકારની નિષ્ફળતાને પ્રકાશિત કરે છે. આ પ્રોજેક્ટ્સ એન ચંદ્રબાબુ નાયડુએ જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કર્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ અથડામણ દરમિયાન સુરક્ષામાં તૈનાત 20થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ચિત્તૂર જિલ્લાના પોલીસ અધિક્ષક વાય રિશાંત રેડ્ડીએ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટના પુંગનુરના માર્ગ પર પ્રકાશમાં આવી હતી, જ્યાં ડીએસપી સહિત 20 થી વધુ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે અન્નમૈયા જિલ્લાના મુલાકલાખેરુવુ ખાતે એક રેલીને સંબોધિત કરતી વખતે નાયડુની કથિત અપમાનજનક ટિપ્પણી પછી વિવાદ શરૂ થયો હતો, જ્યાં તેમણે થામ્બલાપલ્લેના ધારાસભ્ય પેડ્ડીરેડ્ડી દ્વારકાનાથ રેડ્ડીને ‘રાવણ’ કહ્યા હતા.તેમણે કહ્યું કે આ ટિપ્પણીઓના વિરોધમાં, YSRCP સમર્થકોએ ચિત્તૂરમાં અંગલ્લુનો રસ્તો બંધ કરી દીધો, જ્યાં પૂર્વ સીએમ નાયડુ જઈ રહ્યા હતા. રેડ્ડીએ જણાવ્યું હતું કે આના કારણે ટીડીપી કાર્યકરો દ્વારા કથિત રીતે પથ્થરમારો થયો હતો, જેમાં બંને પક્ષના ઘણા સમર્થકો ઘાયલ થયા હતા