મંતવ્ય વિશેષ/ શું જામતારા જાળ નૂહ હિંસાનું કારણ છે?

સાઇબર ક્રાઇમ મામલે નૂહ જામતારાથી આગળ નીકળી ગયો હતો. ત્યાં બેસીને આખા દેશની જનતાને લૂંટવામાં આવી રહી હતી, જે બાદ પોલીસે આ ગેંગ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ક્યાંક ગુનેગારો સામે લેવાયેલી આ કાર્યવાહી નૂહ હિંસાનું કારણ તો નથી બની ગઈ.

Mantavya Exclusive
Untitled 40 શું જામતારા જાળ નૂહ હિંસાનું કારણ છે?

હરિયાણાના નુહ એટલે કે મેવાતથી ભયાનક તસવીરો આવી રહી છે, ક્યાંક વાહનો સળગાવી રહ્યા છે તો ક્યાંક બદમાશો તોફાનો કરી રહ્યા છે. પોલીસ સતત પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. નૂહ હિંસાને લઈને નવી થિયરીઓ સામે આવી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે લગભગ બે મહિના પહેલા નૂહમાં ગુનેગારો વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન એન્ટી સાયબર ક્રિમિનલ્સ હતું. તાજેતરમાં, હિંસા દરમિયાન સાયબર પોલીસ સ્ટેશનને સળગાવવાના સમાચાર પણ આવ્યા હતા. તો શું આ હિંસા એ જ ઓપરેશનનું પરિણામ નથી? શું નુહની જામતારા ગેંગ બદલો લેવા માંગે છે?

જો કે જામતારા ગેંગ સમગ્ર દેશમાં સક્રિય બની છે, પરંતુ નૂહમાં જામતારા બ્રાન્ચ ખૂબ આગળ વધી ગઈ હતી. તેઓએ દેશના અનેક રાજ્યોમાં છેતરપિંડી શરૂ કરી હતી. અપરાધ ગમે ત્યાં થયો હોત, નૂહ સાથે તાર જોડાયેલો જોવા મળ્યો હોત. મેવાત સાયબર ગુનેગારોનું હબ બની ગયું હતું. એપ્રિલ મહિનામાં પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ, હરિયાણા પોલીસે એક ટીમ બનાવી અને નૂહના ગામોની ઓળખ કરી જ્યાં જામતારા ગેંગ કાર્યરત હતી.

આવા 40 ગામોની યાદી બનાવવામાં આવી હતી જ્યાં નાના ઘરોમાં પ્રવેશ કરીને સાયબર છેતરપિંડી થઈ રહી હતી. આ ટોળકીએ સમગ્ર જિલ્લામાં પોતાના પગ ફેલાવ્યા હતા. આ 40 ગામોમાં ચાલતા નેટવર્કને નષ્ટ કરવા માટે પોલીસ ટીમે આ ગામોના 2 લાખ સિમ બ્લોક કર્યા હતા. આ તમામ સિમ નકલી નામોથી લેવામાં આવ્યા હતા. હકીકતમાં, સાયબર છેતરપિંડીનો આખો ધંધો માત્ર નકલી સિમ પર આધારિત છે. સિમ બ્લોકના કારણે આ લોકો ધ્રૂજવા લાગ્યા.

પોલીસે દરોડા પાડીને સાયબર ક્રાઈમ કરતા અનેક લોકોની ધરપકડ કરી હતી. આ લોકો ઓલેક્સ પર છેતરપિંડી, અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેલિંગ, બેંક ફ્રોડ, શોપિંગના નામે છેતરપિંડી જેવી રીતે લોકોને લૂંટતા હતા. તેના તાર દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાનમાં બનેલા આવા અનેક ગુનાઓ સાથે જોડાયેલા હતા. સિમ બ્લોક કર્યા પછી, છેતરપિંડીનું તેમનું તમામ કામ બરબાદ થઈ ગયું. પોલીસનું સફળ ઓપરેશન હતું. ગૃહમંત્રી અમિત શાહે પોતે સાયબર ક્રાઈમ સેમિનારમાં તેની પ્રશંસા કરી હતી, પરંતુ હવે નૂહ હિંસા દરમિયાન સાયબર પોલીસ સ્ટેશનમાં આગ લગાવવી એ વાતનો પુરાવો છે કે આ હિંસા તે ઓપરેશનના બદલામાં કરવામાં આવી હતી.

સાયબર પોલીસ સ્ટેશનમાં આગ લગાવવાનો પ્રયાસ પોલીસ સ્ટેશનની અંદર તોડફોડ કરવામાં આવી હતી. આ મામલાની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે તે સાયબર અપરાધીઓ સામેના પુરાવાનો નાશ કરવાનો એક માર્ગ હતો.

સોમવાર સાંજે અહીં બજરંગદળની જળાભિષેક રેલીમાં સામેલ લોકો અને સ્થાનિક મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો.

શિવમંદિર પાસે ગોળીબારમાં બજરંગદળ સાથે સંકળાયેલા યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અભિષેક નામના આ યુવક મૂળ પાનીપતના રહેવાસી હતા અને પોતાના પિતરાઈની સાથે બજરંગદળની જળાભિષેક યાત્રામાં સામેલ થયા હતા.

નલ્હળ મેડિકલ કૉલેજમાં બીબીસી સાથે વાત કરતા અભિષેક સાથે યાત્રામાં સામેલ થયેલા તેમના પિતરાઈ મહેશે જણાવ્યું, “ગોળી લાગી ત્યાર બાદ અભિષેક પડી ગયો, અમે તેને ઉપાડી પણ ન શક્યા. બીજા દિવસે હૉસ્પિટલમાં તેનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી.”

22 વર્ષના અભિષેકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો છે. જોકે પોલીસનું કહેવું છે કે ગોળી વાગવાની પુષ્ટિ પોસ્ટમૉર્ટમ પછી કરવામાં આવશે.

અભિષેકના પિતરાઈ મહેશ અનુસાર, તેમણે તેની ‘બૉડીની એવી તસવીરો જોઈ છે જેમાં ગળું કાપવાના નિશાન છે.’

નલ્હળ મેડિકલ કૉલેજના ડાયરેક્ટર પવન ગોયલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવમાં આવ્યું હતું, “નૂહ જિલ્લામાં ભડકેલી હિંસાને કારણે 18 લોકો જેમાં સાત હરિયાણા પોલીસના જવાન છે, ઘાયલ અવસ્થામાં મેડિકલ કૉલેજમાં દાખલ છે. તેમાંથી એક વ્યક્તિ મૃત અવસ્થામાં લાવવામાં આવી હતી. ગંભીર રૂપથી ઘાયલ ત્રણ લોકોને પીજીઆઈ રોહતક રેફર કરવામાં આવ્યા છે.”

હૉસ્પિટલના એક અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરત પર બીબીસીને જણાવ્યું કે જે અજ્ઞાત મૃત યુવકને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો તેનું નામ અભિષેક જ છે.

અધિકારીઓ અનુસાર, “અભિષેક પાસે તેનું ઓળખપત્ર હતું. તેની મારફતે જ પરિવારને તેની જાણકારી આપવામાં આવી હતી.”

મહેશ કુમારે બીબીસીને જણાવ્યું કે, “યાત્રામાં હજારો લોક સામેલ હતા જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકો હતાં. યાત્રાનો કાર્યક્રમ નલ્હળના શિવ મંદિરમાં જળાભીષેક કરવાનો હતો. નલ્હળના શિવ મંદિરથી યાત્રા નીકળીને બે ત્રણ કિલોમિટર પહોંચી જ કે પથ્થરબાજી શરૂ થઈ ગઈ.”

“ત્યાં અભિષેક મારી સાથે હતો. જ્યારે અમે મંદિરથી લગભગ ત્રણ કિલોમિટર દૂર ચોક પર પહોંચ્યા તો પથ્થરમારો શરૂ થઈ ગયો. અમે જેમતેમ ભાગીને મંદિર તરફ ગયા.”

“પાંચ વાગ્યાની આસપાસ હથિયારો સાથે આવેલા લોકોએ મંદિરની બહાર હુમલો કર્યો અને મંદિરની બહાર ઊભાં વાહનોમાં આગ ચાંપી હતી.”

“ચારે તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો, મંદિરની બહાર એક ગોળી અભિષેકની છાતી પર વાગી અને તે ત્યાં જ પડી ગયો, અમે તેને ઉપાડી ન શક્યા.”

મહેશ અનુસાર અભિષેકનો એક મોટો ભાઈ છે, એક બહેન છે જેનાં લગ્ન થઈ ગયાં અને પિતા મજૂરી કરે છે.

મહેશ અનુસાર, “અભિષેક 22 વર્ષનો સમજદાર યુવાન હતો. પોતાનું ઘર સંભાળતો હતો. તે ગાડીનો મિકેનિક હતો.”

અભિષેક અને મહેશ પ્રથમ વખત યાત્રામાં સામેલ થઈ રહ્યા હતા. મહેશ અનુસાર અહીં આવવા માટે તેમને બજરંગદળ તરફથી ઓળખ પત્ર પણ મળ્યો હતો.

મહેશ અનુસાર તેઓ બજરંગદળની પાનીપત શાખાના સભ્ય છે અને અભિષેક પણ બજરંગદળ સાથે જોડાયેલા હતો.

મહેશ અનુસાર તેઓ 8-9 મહિના પહેલાં બજરંગદળ સાથે જોડાયેલા હતા અને તેના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.

જોકે મહેશનું કહેવું છે કે તેમની અને અભિષેક પાસે બજરંગદળનું એક પણ પદ નહોતું.

આ યાત્રામાં અભિષેક અને મહેશ સાથે સામેલ રહેલા એક અન્ય યુવક અનુપે બીબીસીને જણાવુયું કે, “અમે સવારે સાડા છ વાગ્યે પાનીપતથી નીકળા હતા અને સવારે 11 વાગ્યા આસપાસ મંદિરમાં આવી ગયા હતા.”

“ત્યાર બાદ અમે દર્શન કર્યા અને અમે સાડા બાર વાગ્યા આસપાસ મંદિરથી નીકળી ગયા હતા.”

“અમે અલવર જવાના રસ્તા પર હતા. બે બસો આગળ હતી અને કેટલીક ગાડીઓ હતી. અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો અને ગાડીઓ પર હુમલો થયો. તેમાં કેટલાંક બાળકો પણ સવાર હતાં. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ તેઓ આગળ જતા રહ્યા. જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ તો અમે બધા લોકો ભેગા થયા.”

અનુપ કહે છે, “જ્યારે અમને જાણકારી મળી ત્યારે અમે બસમાં જ હતા. અમે બસને પાછી ફેરવી અને મંદિર તરફ વળી ગયા. પરંતુ વચ્ચે અમને ઘેરી લેવામાં આવ્યા અને હુમલો કરવામાં આવ્યો. મારી સામે છ સાત ગાડીઓને આગ ચાંપવામાં આવી.”

“બધાની ગાડીઓ ફસાયેલી હતી. મહિલાઓ પણ સાથે હતી, તેમને સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ હતું. અમે લોકોએ કોઈ રીતે મંદિરમાં શરણ લીધું. પછી મંદિર તરફ ગોળીબાર ચાલુ થયો.”

અનુપ જણાવે છે, “જ્યારે અભિષેકને ગોળી વાગી ત્યારે મારા ભાઈ મહેશે તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાર સુધી મોડું થઈ ગયું હતું. જ્યારે અભિષેકને ગોળી વાગી ત્યારે હું આગળ નીકળી ગયો હતો.”

“અમે પોતાના ધર્મ માટે પ્રાચીન મંદિરને જોવા માટે આવ્યા હતા, અમને નહોતી ખબર કે આવું થશે. આ હિંદુઓની આસ્થા પર ચોટ છે. સરકાર કંઈ કરતી નથી. મને લાગે છે કે આવનારા સમયમાં અમારા માટે મુશ્કેલીઓ વધશે. અમે પોતાના ઘરેથી પણ નહીં નીકળી શકીએ.”

“મંદિરનો ઘેરાવ લગભગ સાડા ચાર કે પાંચ વાગ્યે શરૂ થયો હતો. જ્યારે અમે મંદિરની અંદર પહોંચ્યા ત્યારે ત્યાં ગોળીબાર થઈ રહ્યો હતો. મંદિરની ચારેય તરફ પહાડ છે. પહાડો તરફથી પણ ગોળીબાર ચાલતો હતો.”

સોમવારના ઘટનાક્રમ વિશે પૂજારી જણાવે છે, “સવારથી બધું શાંત હતું. બપોર પછી માહોલ બગડવા લાગ્યો. ભક્તજનોનું આવવાનું સવારે ચાર વાગ્યે શરૂ થયું. બપોરે બાર વાગ્યા બાદ યાત્રા અહીં પહોંચી. હું પહેલાં અંદર હતો અને ઘટના દરમિયાન પણ અંદર હતો.”

મંદિર પર હુમલા વિશે પૂછવા પર પૂજારીએ કહ્યું, “જળાભિષેક સવારથી ચાલતો હતો. અમે ગાદી પર બેઠા હતા, લોકો આવી રહ્યા હતા. તે દિવસે લગભગ ચાર હજાર ભક્તો અહીં રહ્યા હશે. સાંજના સમયે બેથી અઢી હજાર લોકો મંદિર પરિસરની અંદર હતા જ્યારે બહારનો માહોલ ખરાબ હતો. જે લોકો આગળ ફસાયા હતા તેમણે અહીં આવીને શરણ લીધું.”

આ પણ વાંચોઃ બોગસ તબીબ/સાબરકાંઠાના પોશીના કોટડામાં બોગસ તબીબે 2 વર્ષના બાળકનો લીધો જીવ

આ પણ વાંચોઃ Jamnagar/જામનગર જિલ્લાના જોડીયા શહેરમાં નવીન બસ સ્ટેશનના નિર્માણ માટે જમીન શોધવાની કવાયત હાથ ધરાઈ

આ પણ વાંચોઃ ORGAN DONATION/સુરતમાં 39મુ અંગદાન થયું, નવસારીના વ્યક્તિએ 2 કિડની અને લિવરનું કર્યું દાન, 3 વ્યક્તિઓને મળશે જીવન દાન

આ પણ વાંચોઃ Training For FPO/ સાબરકાંઠા-પ્રાંતિજ ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ ફોર વેજીટેબલ-વદરાડ ખાતે FPO માટે એક દિવસિય તાલીમ યોજાઈ

આ પણ વાંચોઃ National Organ Donation Day/સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ઓર્ગન ડોનેશન દિન નિમિત્તે યોજાઇ રેલી,  39મુ ઓર્ગન ડોનેશન