Not Set/ શાપર વેરાવળમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું, ન્યારી નદીમાં 9 ફૂટ નવાં નીર ભરાયા

રાજકોટ. સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તારમાં છુટા છવાયા વરસાદ બાદ પાણી પુરવઠા અને પાણી બચાવવા અંગે રાજકોટ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વરસાદ પડવાથી તંત્રને લોકોને પાણી પુરવઠા માટે રાહત મળી છે. જયારે વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જયારે અમુક જગ્યાઓમાં વધુ વરસાદના કારણે જીવન ખોરવાયું પણ હતું. સૌરાષ્ટ્રમાં ઠેર […]

Top Stories Ahmedabad Gujarat
banchha idhi pai શાપર વેરાવળમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું, ન્યારી નદીમાં 9 ફૂટ નવાં નીર ભરાયા

રાજકોટ.

સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તારમાં છુટા છવાયા વરસાદ બાદ પાણી પુરવઠા અને પાણી બચાવવા અંગે રાજકોટ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં વરસાદ પડવાથી તંત્રને લોકોને પાણી પુરવઠા માટે રાહત મળી છે. જયારે વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. જયારે અમુક જગ્યાઓમાં વધુ વરસાદના કારણે જીવન ખોરવાયું પણ હતું.

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભારે વરસાદના વાવડ રાજકોટની ભાગોળે શાપર વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. ત્રણ કલાક ધોધમાર વરસાદ પાડવાના કારણે ત્રણ કલાકમાં 7 ઇંચ જેટલું પાણી ભરાઈ ગયું હતું. જયારે આ વરસાળમાં જનજીવન પણ ખોરવાયું હતું જેમાં લગભગ 150 જેટલા ઝુંપડા પાણીમાં તણાઈ ગયા હતા. જયારે અન્ય બાબતો પાર ધ્યાન દેવામાં આવે તો અનેક થાંભલાઓ તૂટી ગયા હતા અને લોકોના પાકા મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જયારે આ ઘટના સર્જાવાથી મવડી વિસ્તારના લોકો પાણીના ઘોડાપુરને નિહાળવા નીકળી પડ્યા હતા.

kjhlfhskj શાપર વેરાવળમાં ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું, ન્યારી નદીમાં 9 ફૂટ નવાં નીર ભરાયા

જયારે રાજકોટના મ્યુનિસિપાલિટી કમિશ્નર બંછાનીધી પાનીને વરસાદ બાદ તંત્ર દ્વારા પાણી બછાવવા માટે ક્યાં ક્યાં પગલાં લેવામાં આવ્યે છે તે અંગે જણાવ્યું હતું કે,

“શાપર અને વેરાવળ વિસ્તારમાં વરસાદ પડ્યા હોવાના કારણે લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જયારે આ વિસ્તારમાં વરસાદ બાદ ન્યારી નદીમાં 10 ફૂટ નવું નીર ભરાયું છે. આ નીર લગભગ 4 મહિના જેટલું ચાલશે જે એક આનંદની વાત જણાય છે. જયારે આજીના વિસ્તારમાં બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા લોકોને સાવચેત કરવા માટે આખી રાત તમામ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અત્યારે તમામ કંટ્રોલ રૂમ્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટિમ આ કાર્ય અંગે કાર્યરત છે.”