Not Set/ સ્વાઇન ફલૂનો કેર યથાવત , વધુ એક ૬૦ વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત

અમદાવાદ સ્વાઇન ફલૂએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. આ બીજું એક મોત પણ સિવિલ હોસ્પીટલમાં થયું છે. વેરાવળ (સોમનાથ)ના રહેવાસી  ૬૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધનું આજે બપોરે મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ વેરાવળ સોમનાથની ગર્ભવતી મહિલાનું અગાઉ મોત નિપજ્યું હતું ત્યાં આજે બીજા દર્દીનું પણ મોત થયું […]

Gujarat
oo 1 સ્વાઇન ફલૂનો કેર યથાવત , વધુ એક ૬૦ વર્ષીય વૃધ્ધાનું સારવાર દરમ્યાન મોત

અમદાવાદ

સ્વાઇન ફલૂએ વધુ એક દર્દીનો ભોગ લીધો છે. આ બીજું એક મોત પણ સિવિલ હોસ્પીટલમાં થયું છે.

વેરાવળ (સોમનાથ)ના રહેવાસી  ૬૦ વર્ષના મુસ્લિમ વૃધ્ધનું આજે બપોરે મોત થયું છે. તમને જણાવી દઈએ કે આ જ શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ વેરાવળ સોમનાથની ગર્ભવતી મહિલાનું અગાઉ મોત નિપજ્યું હતું ત્યાં આજે બીજા દર્દીનું પણ મોત થયું છે.

હાલ શહેરમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હવે ૧૦ દર્દીઓ સ્વાઇન ફલૂની  સારવાર હેઠળ છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામેલા ૬૦ વર્ષીય વૃદ્ધાને છેલ્લા ઘણા દિવસોથી તાવ આવતો હતો . વેરાવળમાં સારવાર લીધી હોવા છતાં સારું ન થતા તેમને રાજકોટ ખસેડાયા હતા. રીપોર્ટ કરતા સ્વાઇન ફલૂ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થતા ઘરમાં શોક ફેલાઈ ગયો હતો.

તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ટીમે સ્વાઇન ફલૂ વોર્ડમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને વધુને વધુ દર્દીઓ સાજા થઇ ઘરે જાય તે માટે વ્યવસ્થા ગોઠવી રાખી છે.

ગઇકાલે જુનાગઢના એક ૪૫ વર્ષીય મહિલાસાજા થઇ જતાં તેમને રજા અપાઇ હતી જયારે બાકીના બે દર્દીમાંથી એકનું આજે મૃત્યુ થયું છે. હજુ એક દર્દી દાખલ છે. અન્ય ૯ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે તમામ રિપોર્ટ પોઝિટીવ છે. મૃતક વૃદ્ધા ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં