AHMEDABAD NEWS/ દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા

દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાની અસર અમદાવાદ આવતી જતી ફ્લાઇટ પર પડી છે. દિલ્હીમાં ભારે વરસાદના લીધે એરપોર્ટ પર ટર્મિનલ-1ની દીવાલ તૂટી પડતા દુર્ઘટના સામે આવી છે.આના લીધે દિલ્હીથી આવતી એક ફ્લાઇટ અને અમદાવાદથી દિલ્હી જનારી એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

Ahmedabad Gujarat Breaking News
Beginners guide to 23 3 દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા

Ahmedabad News: દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાની અસર અમદાવાદ આવતી જતી ફ્લાઇટ પર પડી છે. દિલ્હીમાં ભારે વરસાદના લીધે એરપોર્ટ પર ટર્મિનલ-ની દીવાલ તૂટી પડતા દુર્ઘટના બની છે. તેમા કેટલાક લોકો ઇજા પામ્યા હોવાની પણ માહિતી છે. આના લીધે દિલ્હીથી આવતી એક ફ્લાઇટ અને અમદાવાદથી દિલ્હી જનારી એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જ્યારે દિલ્હીથી આવતી એક ફ્લાઇટ અઢી કલાક મોડી પડતા મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટની વિવિધ એરલાઇન્સની અનેક ફ્લાઇટ અવરજવર કરતી હોય છે. આજે સવારે દુર્ઘટના થતાં સવારે  દિલ્હીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ અઢી કલાક મોડી પડી હતી અને તેના કારણે સવારે દસ વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર તેનું આગમન થયું હતું. આ ઉપરાંત સવારે લગભગ સવા નવ વાગે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ લગભગ પોણા અગિયાર વાગે અમદાવાદ એરપોર્ટ આવનારી ફ્લાઇટ દીવાલ તૂટી પડવાની દુર્ઘટનાથી રદ થઈ છે. તેના લીધે ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો રઝળી પડ્યા હતા.

તમામ તૈયારી સાથે નીકળેલા પેસેન્જરો રઝળી પડ્યા હતા જેથી તેમને દિલ્હી પહોંચવા માટે અન્ય સમયે ફ્લાઈટનો સહારો લેવો પડશે. દિલ્હી એરપોર્ટ ઉપર અનેક કનેક્ટિંગ ફ્લાઈટ પણ પહોંચતી હોય છે. ત્યારે અમદાવાદથી દિલ્હી જતા કનેક્ટિંગ ફ્લાઈટવાળા મુસાફરો દુર્ઘટનાથી તેમના સફરની આગળની ફ્લાઈટ પકડી શકશે નહીં.

દિલ્હી એરપોર્ટ પર સર્જાયેલી દુર્ઘટનાને કારણે દિલ્હીથી વિવિધ શહેરોમાં જતા મુસાફરો જ નહીં પરંતુ અન્ય શહેરોના મુસાફરો પણ પરેશાન થયા છે. અમદાવાદથી સવારે 11.20 વાગ્યે ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી જતી ફ્લાઈટ એકાએક રદ થતા મુસાફરોને હાલાકીનો સામનો વેઠવો પડશે. ઉલ્લેખનીય છે કે, 11:00 વાગ્યાની ફ્લાઈટ હોય જેને કારણે 9:00 વાગ્યાથી જ મુસાફરો એરપોર્ટ પહોંચી જતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો