Not Set/ વેરાવળ રોડ બિસ્મારના કારણે લોકોએ રસ્તા પર પથ્થરો મૂકી ચક્કાજામ કર્યા..

ઊના શહેરમાંથી પસાર થતો હાઇવે રોડ છેલ્લા ૫ વર્ષથી રોડ બિસ્માર હાલતમાં હોય આ રસ્તા પર હાઇવે ઓથોરીટી દ્વારા માત્ર થિગરા મારી ચાલ્યા જતા હોવાના કારણે રસ્તો અવાર નવાર બિસ્માર બની જતાં બે ફુટ જેટલા મસમોટા ખાડા પડી જતા હોય છે

Gujarat
3 11 વેરાવળ રોડ બિસ્મારના કારણે લોકોએ રસ્તા પર પથ્થરો મૂકી ચક્કાજામ કર્યા..

બે કિ.મી.સુધી વાહનનોના થપ્પા લાગ્યા, પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગયેલ…
હાઇવના અધિકારી દ્વારા અઠવાડીમાં સંપૂર્ણ રસ્તો બનાવી આપવા ખાતરી મળતા આંદોલન સમેટાયું….

ઊના શહેરમાંથી પસાર થતો હાઇવે રોડ છેલ્લા ૫ વર્ષથી રોડ બિસ્માર હાલતમાં હોય આ રસ્તા પર હાઇવે ઓથોરીટી દ્વારા માત્ર થિગરા મારી ચાલ્યા જતા હોવાના કારણે રસ્તો અવાર નવાર બિસ્માર બની જતાં બે ફુટ જેટલા મસમોટા ખાડા પડી જતા હોય છે. અને તેના કારણે નાના મોટા અકસ્માત રોજીંદા બનતા અનેક વાહન ચાલકોના જીવ પણ ગુમાવ્યા હોય અને રસ્તા પર આવેલી દુકાનદારો તેમજ રહેણાંક મકાનોને ભારે પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય છે.

હાઇવે ઓથોરીટી દ્વારા એક માસમાં એક-બે વખત રસ્તામાં થિગરા મારી ચાલ્યા જતાં ફરી રસ્તો બિસ્માર સ્થિતીમાં થઇ જતો હોય જેથી આ વિસ્તારના વોર્ડ નં.૯ અને ૭ ના કોર્પોરેટર સ્થાનિક રહીસો બાબુભાઇ ડાભી, ચંન્દ્રેશભાઇ જોષી (રાધે), પરેશભાઇ બાંભણીયા, જેન્તીભાઇ બાંભણીયા, કલ્પેશભાઇ ડાભી સહીતના આગેવાનો એ આક્રોસ સાથે રસ્તામાં ખાડા બૂરવા આવેલા અધિકારીઓને રસ્તાનું કામ બંધ કરાવી રસ્તા પર પથ્થરો મુકી રસ્તા બંધ કરી દીધેલ હતો.

શહેરના મુખ્ય રસ્તા પર બે કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી ગયેલ હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયેલ. અને હાઇવે રસ્તાના અધિકારીને પણ સ્થળ પર બોલાવી રસ્તા પર ડામર પાથરી સંપૂર્ણ રસ્તાની કામગીરી કરવા જણાવેલ હતું. અને એક અઠવાડીયા સુધીમાં આ રસ્તો બનાવી દેવાની ખાતરી હાઇવે દ્રારા આપવામાં આવેલ જોકે આમ નહી થાય તો અઠવાડી પછી ફરી ઉગ્ર વિરોધ ધારણ કરી રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી આપી હતી.

છેલ્લા ૫ વર્ષથી રોડ પર કાકરા, માટી નાખી થિગરા મારીને ચાલ્યા જાય છે…બાબુભાઇ ડાભી
ઊના વોર્ડ ૯ ના સદસ્ય અને કારોબારી ચેરમેનના પ્રતિનિધી બાબુભાઇ ડાભી એ જણાવેલ હતું કે હાઇવે દ્વારા છેલ્લા ૫ વર્ષથી રોડ પર થિગરા મારવા આવે ત્યારે કાકરા નાખી માટી જેવું નાખીને ચાલ્યા જતા હોય છે. આજે પણ થિગરા મારવાની વાત આવી તો હાઇવે દ્વારા ચોખ્ખી ના પાડી દીધેલ કે અમારી પાસે માલ હશે તોજ બનાવીશુ કાતો કામ નહી થાય આમ કહેતા આ વિસ્તારના વોર્ડના લોકો એકત્ર થઇ રસ્તા બંધ કરી ચક્કા જામ કરવાની ફરજ પડી હતી.

ખાતરી મળતા આંદોલન સમેટાયું….
ઊના શહેરના વેરાવળ હાઇવ રોડની કાઠે રહેતા મોટાભાગના લોકો અને ભાજપના કોર્પેટર દ્રારા રસ્તા પર ઉતરી ચકકાજામનો કાર્યક્રમ આપતા ઉના હાઇવ પર ભારે ટ્રાફીક જામ થતા અધિકારીઓ દોડતા થયા હતા અને અઠવાડીયામાં કામ પૂર્ણ કરવાની ખાતરી મળતા ભાજપના કાઉન્સીલરોએ ચક્કાજામનો કાર્યક્રમ મોકુફ રાખીને આંદોલન સમેટી લીધુ હતું. અને ટ્રાફીક ખુલતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો…