આરોગ્ય/ રોગચાળાથી સુરતની સીરત બગડી | આરોગ્યવિભાગ દ્વારા જનતાને સ્વાસ્થ્ય સંભાળવા અપીલ

જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 53, ટાઈફોડના 85 અને ગેસ્ટ્રોના 162 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં ડેન્ગ્યુના 3, મેલેરિયાના 22, ગેસ્ટ્રોના 32 અને ટાઈફોડના 23 કેસ નોંધાયા છે.

Gujarat Surat Trending
અમદાવાદ રૂરલમાં કોરોના વિસ્ફોટ

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ સ્વાઇન ફ્લૂના કેસ પણ સતત વધી રહ્યા છે. ચોમાસાની સિઝનમાં રોગચાળો વધુ વકરે નહીં તે માટે સુરત મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય….

ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો હોવાના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પણ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર તપાસમાં હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ રોગચાળો વકરતા મનપા સંચાલિત હોસ્પિટલોમાં પણ તમામ સુવિધાઓ ઉભી કરી દેવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા બીમારીના આંકડા અનુસાર જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 11, મેલેરિયાના 53, ટાઈફોડના 85 અને ગેસ્ટ્રોના 162 કેસ નોંધાયા હતા. ઓગસ્ટ મહિનાના 10 દિવસમાં ડેન્ગ્યુના 3, મેલેરિયાના 22, ગેસ્ટ્રોના 32 અને ટાઈફોડના 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના કહેર વચ્ચે સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના 83 કેસો નોંધાઈ ચૂક્યા છે અને સારવાર દરમિયાન 4 દર્દીના મોત થયા છે. આ 4 દર્દી સિંગણપુર, વેલંજા, નાના વરાછા અને પર્વત પાટિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો આ ચારેય દર્દીઓની ઉંમર 50 વર્ષ કરતાં વધુ હોવાનું પણ સામે આવ્યું છે. તો બીજી તરફ હાલ 23 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત મહાનગરપાલિકાના પી. એચ. ઉમરીગર( આરોગ્ય અધિકારી સુરત મહાનગરપાલિકા) દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, કોમોરબીડ, ફેફસાની બીમારી કે, પછી 50 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને 2થી 3 દિવસથી જો તાવ રહેતો હોય તો તેમને પોતાના ઘર નજીક આવેલા સુરત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને સ્વાઈન ફ્લૂની તપાસ કરાવી જોઈએ.]

આ પણ વાંચો : વ્યક્તિગત બાયો ગેસ પ્લાન્ટ બનાવવા લાભાર્થીઓને અપાયું ફંડ | જાણો ગોબર ધન યોજના વિશે