MP/ ‘આઇટમ’ શબ્દનો વારંવાર ઉપયોગને કારણે કમલનાથ સ્ટાર પ્રચારકની યાદીમાંથી થયા બહાર

મધ્ય પ્રદેશ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં આચારસંહિતાના વારંવાર ભંગ બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે ચૂંટણી પંચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકની યાદીમાંથી દુર કરી દીધા છે. આપને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની સાથે સાથે દેશનાં અનેક રાજ્યોમાં પણ ચૂંટણી ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં પણ […]

Top Stories India
gisfs 3 'આઇટમ' શબ્દનો વારંવાર ઉપયોગને કારણે કમલનાથ સ્ટાર પ્રચારકની યાદીમાંથી થયા બહાર

મધ્ય પ્રદેશ વિધાનસભાની પેટા-ચૂંટણીમાં આચારસંહિતાના વારંવાર ભંગ બદલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે ચૂંટણી પંચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકની યાદીમાંથી દુર કરી દીધા છે.

આપને જણાવી દઈએ કે બિહાર વિધાનસભાની સાથે સાથે દેશનાં અનેક રાજ્યોમાં પણ ચૂંટણી ચાલી રહી છે. મધ્ય પ્રદેશમાં પણ પેટા-ચૂંટણીઓ ચોલી રહી છે અને મધ્ય પ્રદેશની પેટા-ચૂંટણી સત્તામાં પરિવર્તન લાવી શકે તેવી હોવાથી રાજકીય રીતે તેનું મહત્વ અનેરુ જોવામાં આવી રહ્યું છે. ત્યારે જેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ મહિલા મંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેની વિરોધીઓએ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે હાલમાં જ કમલનાથને મહિલા ઉમેદવાર માટે ‘આઇટમ’ શબ્દનો ઉપયોગ ન કરવા કહ્યું છે, અને કહ્યું છે કે મહિલા માટે આવા શબ્દનો ઉપયોગ ચાલુ રાખવો તે ચૂંટણીની લાગુ માર્ગદર્શીકાનું ઉલ્લંઘન કરે છે. કમિશને વધુમાં આ મામલે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું છે કે, રાજકીય પક્ષના નેતા હોવા છતાં નાથ વારંવાર આચારસંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને નૈતિક અને પ્રતિષ્ઠિત વર્તનનું ઉલ્લંઘન કરી રહ્યા છે.